April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ/દીવ, તા.22
દમણમાં આજે કોરોનાના 15 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 18 અને દીવમાં 03 પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 267 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 15 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 100 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ 16 વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.
પ્રદેશમાં આજરોજ નવા 03 કન્‍ટેઈનમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં (1) રાજેશભાઈની ચાલ, સોમનાથ, દમણ, (ર) મનોજભાઈની ચાલ, કચીગામ, દમણ (3) સપના ચાલ, દાભેલ દમણનો સમાવેશ થાય છે.
હાલમાં દમણમાં કુલ 18 કન્‍ટેઈન્‍ટેમન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં કચીગામ-0ર, દલવાડા-07, ભીમપોર-03, દુણેઠા-01 અને નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-0પ, જ્‍યારે દાભેલમાં-02 ઝોનનો સમાવેશ થાય છે.
દાદરા નગર હવેલીમાં નવા 18કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 137 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6048 કેસ રીકવર થઈ ચૂકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 415 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 18 વ્‍યક્‍તિનો કોરોનાપોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 133 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ નહી આવતા કુલ 18 રિપોર્ટ પોઝિટીવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમાં કુલ 18 કન્‍ટાઈનમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 18 દર્દી રીકવર થતાં રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનું ટીકાકરણ કરવામા આવ્‍યું હતું. જેમા આજે 772 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 439929 અને બીજો ડોઝ 310135 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 1747 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 751811 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
આજરોજ દીવમાં નવો કોરોના પોઝિટીવનો 03 કેસ નોંધાયો છે. હાલમાં પ્રદેશમાં કુલ 13 કેસો સક્રિય છે. આજરોજ 03 વ્‍યક્‍તિઓ રીકવર થતા રજા આપવામાં આવી છે. અત્‍યાર સુધીમાં 1245 વ્‍યક્‍તિઓને રીકવર થઈ ચૂક્‍યા છે.

Related posts

ખતલવાડમાં બનવા પામેલી ચેઈન સ્‍નેચિંગની ઘટના

vartmanpravah

સેલવાસ સ્‍કૂલમાં ઘૃણાસ્‍પદ ઘટેલી સામુહિક બળાત્‍કારના વિરોધમાં વલસાડ એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જરૂરિયાતમંદ મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

vartmanpravah

રમઝાન ઈદ અને રામ નવમીના તહેવારની શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પારડી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

ચીખલી કાવેરી સુગરમાં ત્રણ જેટલા નવા ડિરેક્‍ટરોની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment