Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં રાજભાષા દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા સેલવાસમાં હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ હિન્‍દી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેના અંતર્ગત ઔદ્યોગિક ટ્રેનિંગ સંસ્‍થા સેલવાસ ખાતે કર્મચારીઓ માટે હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધા યોજાઈ હતી. બે દિવસીય સ્‍નાતક વર્ગ, કર્મચારી વર્ગ અને ગૈર સરકારી વર્ગ માટે હિન્‍દી નિબંધ સ્‍પર્ધાનું આયોજન ડો.એ.પી.જે. અબ્‍દુલ કલામ, સરકારી કોલેજ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેનો શુભારંભ હિન્‍દી સહાયક ડો. અનિતા કુમારીએ દરેકનું સ્‍વાગતકરી હિન્‍દી પખવાડા અંગે જાણકારી આપી હતી. ત્‍યારબાદ કોલેજના આચાર્ય ભગવાનજી ઝા અને પ્રશાસનિક અધિકારી શ્રી હિરેન પટેલનું પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું. આ અવસરે કોલેજના આચાર્ય ભગવાનજી ઝાએ દરેક સહભાગીઓને શુભકામના આપી રાજભાષા હિન્‍દીના મહત્‍વ અંગે જાણકારી આપી હતી અને એમણે હિન્‍દી પખવાડા અંતર્ગત આયોજીત હિન્‍દી પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા.
સેલવાસ નગરપાલિકા સભાગૃહ ખાતે કર્મચારી વર્ગ માટે હિન્‍દી ટિપ્‍પણ અને પ્રારૂપ લેખન હરીફાઈ યોજાઈ હતી. જેમાં પ્રશાસનના વિવિધ વિભાગના અને કોલેજના કર્મચારીઓએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો.

Related posts

વાપી વીઆઈએમાં ગાંધી જયંતી ઉપક્રમે ત્રીદિવસીય નિઃશુલ્‍ક આયુર્વેદ શિબિરનું કરાયેલું ઉદ્દઘાટન

vartmanpravah

પારડીમાં રૂા. 175.16 લાખના ખર્ચે નિર્માણ થયેલી લાઈબ્રેરી તથા આંગણવાડીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

vartmanpravah

વલસાડ હાઈવે ધમડાચી પાસે કન્‍ટેનર અને ટ્રેઈલર વચ્‍ચે જોરદાર અકસ્‍માત : કન્‍ટેનર કેબીન ટ્રેઈલરમાં ફસાયું

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

દાનહના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment