September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશવાપી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.21: દેશ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં સેવા પખવાડા અંતર્ગત દાભેલ આટિયાવાડ ચાર રસ્‍તા, જ્‍યોતિષ શોપિંગ ખાતે આઈ કેર ક્‍લિનિક અને ઓપ્‍ટિકલ-દમણ અને નિર્મયા હોસ્‍પિટલ વાપીના સહયોગથી ફ્રી ડેન્‍ટલ અને નેત્ર મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારે 9:30 થી 01:30 સુધી વિનામૂલ્‍યે મેડિકલ કેમ્‍પ અને આંખના મેડિકલ કેમ્‍પનો લોકોએ લાભ લીધો હતો. આંખના મેડિકલ શિબિરમાં કુલ 300 લોકોએ આંખની તપાસ કરાવી લાભ મેળવ્‍યો હતો અને 100 લોકોને ચશ્‍મા પણ આપવામાં આવ્‍યા હતા અને 250 લોકોએ દાંતની સારવારનો લાભ લીધો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, શ્રી વિમલ પટેલ, શ્રી જયેશ પટેલ, ઘેલવાડ મંડળ પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ, સોમનાથ મંડળ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ તેમજ તમામ ગ્રામજનો ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

પારડી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ સર્વેક્ષણ 2022 અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન

vartmanpravah

કપરાડા તાલુકાના દિક્ષલ ગામે પેટ્રોલ પમ્‍પ ઉપર મધ્‍ય રાત્રીએ અજાણ્‍યા લૂંટારુઓ ત્રાટકયા : કર્મચારીઓને બંધક બનાવી રૂપિયા 7.34 લાખની લૂંટ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી પહોંચી લક્ષદ્વીપના વિકાસની અધિકારીઓ સાથે શરૂ કરેલી સમીક્ષા

vartmanpravah

પાંચ દિવસના દિપોત્‍સવનો દ્રષ્ટિકોણઃ લક્ષ્મીસંપત્તિને માતૃસ્‍વરૂપ માની જીવનમાંથી આળસ પ્રમાદ અસ્‍વચ્‍છતા સહિતના અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાનું પર્વ

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સેલવાસ વોર્ડ નંબર પાંચમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરના આરંભથી પ્રવાસનને મળેલો જોરદાર વેગઃ ગ્રામ્‍ય અર્થતંત્રને મજબૂત બનવાનો વિશ્વાસ

vartmanpravah

Leave a Comment