October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

  • સ્પર્ધકો ૨૯ સપ્ટેમ્બર સુધી ઓફલાઈન અરજી કરી શકશે

  • ૭ થી ૧૩ વર્ષના બાળકો વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી જિલ્લા રમત – ગમત કચેરી વલસાડ દ્વારા જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા, જિલ્લાકક્ષા બાળ નાટ્ય નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાઓ ‘અ’ ૭ થી ૧૦ વર્ષ સુધી, ‘બ’ ૧૧ થી ૧૩ વર્ષ સુધી અને ‘’ખુલ્લા’ ૭ થી ૧૩ વર્ષ સુધી વય કેટેગરીના ના એમ ત્રણ વિભાગમાં યોજાશે. સ્પર્ધકની ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ થતી ઉંમરને ધ્યાનમાં લેવામાં આવશે તેમજ એક સ્પર્ધક વધુમાં વધુ બે સ્પર્ધાઓમાં જ ભાગ લઈ શકશે.
જિલ્લાકક્ષા બાળનાટ્ય, નૃત્ય નાટિકા સ્પર્ધા:
જિલ્લાકક્ષા બાળનાટ્ય, નૃત્ય નાટિકા સ્પર્ધામાં ૭ થી ૧૩ વર્ષ સુધીના વિદ્યાર્થી અને બિનવિદ્યાર્થી બાળકો ભાગ લઈ શકશે. બાળ નાટ્ય, નૃત્ય નાટિકા સ્પર્ધા માટે પસંદ કરવામાં આવેલ કૃતિ બિનવિવાદાસ્પદ વિષયો આધારિત, રાષ્ટ્રની એકતાને દર્શાવતી, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપે અને બાળકોને સ્વતંત્ર રીતે અભિવ્યક્તિની તક આપે, ઐતિહાસિક મૂલ્યો ધરાવતી હોય એવી હોવી જોઈએ.
કૃતિની સ્ક્રીપ્ટ પસંદગી સમયે કૃતિનું શિર્ષક, લેખકની પરવાનગી, સમયમર્યાદા, કૃતિમાંના પાત્રોની સંખ્યા, કલાકારોના નામ સરનામાં સાથેની પાત્રસૂચી, કૃતિના વિષય વસ્તુ વિશે સંક્ષિપ્ત નોંધ, રજૂઆત માટેના કલાકારો, સહાયકોની સંખ્યા, સ્પર્ધા માટે પ્રસ્તુત જણાતી અન્ય વિગત વગેરે રજૂ કરવાનું રહેશે.
“અ” અને “બ” વિભાગમાં (૧) વકતૃત્વ (૨) નિબંધલેખન (3) ચિત્રકલા (૪) સર્જનાત્મક કારીગરી (૫) લગ્નગીત (૬) લોકવાદ્ય સંગીત (૭) એકપાત્રીય અભિનય એમ કુલ ૦૭ સ્પર્ધાઓ અને
ખુલ્લા વિભાગમાં (૧) દોહા-છંદ-ચોપાઈ (૨) લોકવાર્તા (૩) લોકગીત (૪) ભજન (૫) સમુહગીત (૬) લોકનૃત્ય એમ કુલ ૯ સ્પર્ધાઓ મળી કુલ ૧૩ સ્પર્ધાઓ જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા અને રાજ્યકક્ષા સુધી યોજાશે, પ્રદેશ અને રાજ્યકક્ષાના મુક્ત પ્રથમ અને દ્વિતીય નંબરના વિજેતા સ્પર્ધકોને ઈનામ આપવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓએ અને સ્પર્ધકો તા.૨૯-૦૯-૨૦૨૨ ના રોજ સાંજે ૦૬:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ૧૦૬,જૂની બી.એસ.એન. એલ.કચેરી, પહેલા માળે, હાલર રોડ, વલસાડ ખાતે સ્પર્ધકનું પુરૂં નામ, સ્પર્ધાનું નામ-વિભાગ, જન્મતારીખ, સંપર્ક નંબર, શાળાનું નામ-સરનામું, શાળાનો સંપર્ક નંબર દર્શાવતું પ્રવેશપત્ર મોકલી આપવાનું રહેશે. પ્રવેશપત્ર આવેલ હશે તે વ્યક્તિગત સ્પર્ધકો અને સંસ્થાઓને જ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે અને તેમને સ્પર્ધા અંગે જાણ કરવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત કચેરી ૦૨૬૩૨-૨૪૮૦૮૩ પર સંપર્ક કરવા વિનંતી.

Related posts

ડાયાબિટીસ મુક્‍ત ગુજરાતઃ વલસાડમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે

vartmanpravah

દીવ જિલ્લાને નશા મુક્‍ત બનાવવા કરાયેલું વિચાર મંથન : સ્‍કૂલ-કોલેજમાં વધુ જાગૃતિ લાવવા જોર

vartmanpravah

દમણમાં 74મા ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણીઃ કલેક્‍ટર સૌરભ મિશ્રાએ પ્રસ્‍તાવનાનું કરેલું વાંચન

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

વાપી કન્‍યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્ધાટન

vartmanpravah

Leave a Comment