October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સાયલીમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડિયા અંતર્ગત સાફ-સફાઈ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં અને જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારીના માર્ગદર્શનમાં દાનહના સાયલી ડુંગરપાડા શાળા નજીક ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સાફ-સફાઈ માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં દરેકને શપથ લેવડાવ્‍યા હતા અને હવન પણ કરવામાં આવ્‍યો હતો. આ પખવાડિયા દરમ્‍યાન વિવિધ પ્રકારના કાર્યક્રમ જેવા કે, શ્રમદાન, સ્‍વચ્‍છતા કાર્યક્રમ, સુવિચાર લખવા, સરકારી શાળાઓમાં સાફ-સફાઈ, વૃક્ષારોપણ, સરકારી હોસ્‍પિટલોમાં સાફ-સફાઈ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આજે યોજાયેલા સ્‍વચ્‍છતા અભિયાનમાં સાયલી ગામના સરપંચશ્રી, જિલ્લા પંચાયતના સભ્‍યશ્રી, આંગણવાડી કાર્યકર્તાઓ, પીએચસીના ડોક્‍ટર અને ગ્રામજનો ઉપસ્‍થિત રહી સ્‍વચ્‍છતા માટે સાફ-સફાઈ કરી હતી.

Related posts

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

નવસારી એસ.ઓ.જી.ની ટીમે ખેરગામના ધામધુમાથી લાકડા ભરેલ વગર નંબરની પીકઅપ સાથે 2 ઈસમોની અટક કરી

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ વાપી વિસ્‍તારના ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા

vartmanpravah

વાપી એલ. જી. હરિઆ શાળાને કેન્‍દ્રના નાણાંમંત્રી સીતારમનના હસ્‍તે પ્રતિષ્ઠિત પુરસ્‍કાર એનાયત

vartmanpravah

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment