October 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍સ્‍પાયર એવોર્ડ સ્‍પર્ધામાં દમણઃ કચીગામની સરકારી માધ્‍યમિક શાળાની વિદ્યાર્થીની કુ. નેહા સિંહે અભેદ્ય કોંક્રિટ સાયન્‍સ પ્રોજેક્‍ટની કરેલી રજૂઆત

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: નવી દિલ્‍હીમાં આયોજીત રાષ્‍ટ્રીય સ્‍તરના ઈન્‍સ્‍પાયર એવોર્ડ માનક સ્‍પર્ધામાં સરકારી માધ્‍યમિક શાળા કચીગામની વિદ્યાર્થીની કુ.નેહા ગણેશ સિંહે પારમેબલ (અભેદ્ય) કોંક્રિટ સાયન્‍સ પ્રોજેક્‍ટ રજૂ કરી પોતાની શાળાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રોજેક્‍ટ બનાવવા માટે એમના ગાઈડ ટીચર શ્રીમતી દેવલ વી. પટેલે તેમનું માર્ગદર્શન કર્યું હતું અને શાળાના પ્રિન્‍સિપાલ શ્રી અશ્વિનભાઈ આર. પટેલે તેમનું ઉત્‍સાહવર્ધન કર્યું હતું. કુ. નેહા ગણેશ સિંહના એસ્‍કોર્ટ ટીચર તરીકે શ્રી નેહલ ડી. ગોહિલે પોતાનું યોગદાન આપ્‍યું હતું.
નવી દિલ્‍હીમાં સમગ્ર દેશમાંથી આવેલા 1000 જેટલા બાળકોએ પોતાના પ્રોજેક્‍ટો રજૂ કર્યા હતા. જેમાં દમણ-દીવના પાંચ પ્રોજેક્‍ટને સ્‍થાન મળ્‍યું હતું. આ સ્‍પર્ધા 14 સપ્‍ટેમ્‍બરથી 16 સપ્‍ટેમ્‍બર સુધી યોજાઈ હતી.

Related posts

ગુજરાતનાં દરેક ગામમાં પહોચશે મોબાઈલ સેવા અને ફાઈબર

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah

વલસાડ જિલ્લામાં “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને સુંદર પ્રતિસાદ: એક જ દિવસમાં 46503નું રસીકરણ કરાયું

vartmanpravah

દહાડ પ્રાથમિક શાળાની જમીન વિવાદિત મુદ્દે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્રએ પાઠવેલી નોટિસ

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment