(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
હેન્ડ બોલ રામવા ઈચ્છુક ખેલાડીઓનું સિલેકશન આયોજન દાનહ ખાતે કરાયું છે. આગામી યોજાનાર 37મી સબ જુનિયર હેન્ડ બોલ ભાઈઓ (અંડર-19) ચેમ્પિયનશિપ માટે ખેલાડીના સેલેકશનનું આયોજન કરવામાં આવ્યું છે.
દાનહ અને દમણ-દીવ ટીમનું સિલેકશન આગામી તા.23, જાન્યુઆરી, 2022 સવારે 8:00 વાગ્યાસુધી રાખવામાં આવ્યું છે. જેમાં ઈચ્છુક ખેલાડી જરૂરી આઈડી પ્રુફ સાથે હાજર રહેવા જણાવાયું છે.