November 15, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

અદાણી લોજીસ્ટિકસ લિ.એ નવકાર કોર્પોરેશન લિ. પાસેથી ICDતુમ્બ (વાપી) હસ્તગત કર્યો

હઝીરા પોર્ટ (૧૬૦ કિ.મી.) અને ન્હાવા શેવા પોર્ટ (૧૬૦ કિ.મી.) વચ્ચે પશ્ચિમીડેડીકેટેડ ફ્રેઇટકોરીડોર પાસે વ્યુહાત્મક સ્થળે આવેલ તુમ્બનો ICDઅનેક જીઆડીસી અનેક એમઆઇડીસીને વિવિધ સેવા પૂરી પાડે છે
• અદાણી લોજીસ્ટિકસ લિ.એ ભારતમાં સૌથી મોટા ICD પૈકીના ૦.૫ મિલિયન TEUs ની ક્ષમતા સાથેના તુમ્બ(વાપી), ગુજરાત હસ્તગત કર્યો
• તુમ્બનું આ હસ્તાંતરણ ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટી અને પેન ઇન્ડિયા લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની વ્યૂહરચના સાથે બંધ બેસે છે અને અદાણી લોજિસ્ટિક્સ પોર્ટફોલિયોમાંહાલના સાત મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્કમાં ઉમેરો કરે છે.
• જીઆડીસી અને એમઆઇડીસીની ઔદ્યોગિક વસાહતો આસપાસના પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરને જોડતા વ્યુહાત્મક સ્થળે આવેલા તુમ્બ હજીરા અને ન્હાવા સેવા બંદર બંનેને સેવા આપે છે.
• જમીનની કિંમત અને મિલ્કત બદલવાના ખર્ચના આધારે આ સોદાનું મૂલ્ય રૂ. ૮૩૫ કરોડ છે,નાણા વર્ષ ૨૩ અંતિતના ૭.૮ના ગુણાંકે ગર્ભિત EV/EBITDA લાગુ થશે
અમદાવાદ તા.૧૬ ઓગષ્ટ ૨૦૨૨:અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિ. (ALL) એ નવકાર કોર્પોરેશન લિમિટેડ પાસેથી વાપીના તુમ્બ ખાતેનો ICD રૂ. ૮૩૫ કરોડની એન્ટરપ્રાઇઝ કિંમતે હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદામાં ૦.૫ મિલિયન TEU હેન્ડલ કરવાની ક્ષમતા સાથે કાર્યરત ICD ના સંપાદનનો સમાવેશ થાય છે.ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોરના રુટ સાથેવધારાનાઔદ્યોગિક કોરિડોર અને લોજિસ્ટિક પાર્ક ઉમેરાયા હોવાથી નજીકના ભવિષ્યમાં ક્ષમતા અને કાર્ગો વધારવા માટે વધારાનો વિસ્તરણ માર્ગ આ ડેપો સાથે સંલગ્ન ૧૨૯ એકર જમીન પૂરો પાડે છે તુમ્બ ICD પાસે પશ્ચિમ ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર સાથે ચાર રેલ હેન્ડલિંગ લાઈનો અને એક ખાનગી ફ્રેઈટ ટર્મિનલ છે અને તેમાં કસ્ટમ નોટિફાઈડ જમીન અને બોન્ડેડ વેરહાઉસની સવલત છે
અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણ સમયના ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે તુમ્બ એ દેશના સૌથી વિશાળ ICD પૈકીનો સૌથી વધુ ધમધમતો ડેપો છે. સૌથી વ્યસ્ત ઔદ્યોગિક ઝોન પૈકીના એકની વચ્ચે તેની વ્યૂહાત્મક સ્થિતિને જોતાં અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર સુધીની પહોંચ તેની બંને બાજુ આવેલા સતત કામગીરીથી ધમધમતા હઝીરા અને ન્હાવા શેવા બંદરોની ઍક્સેસ સાથે વિશાળ અંતરિયાળ વિસ્તારને અર્થપૂર્ણ સેવા પૂરી પાડવા માટે મોકળાશ આપે છે, રેલ્વે દ્વારા માલ સામાનનું પરિવહન સડક માર્ગ કરતાં પાંચ ગણું વધુ બિનપ્રદુષિત હોવા ઉપરાંત ફ્રેટ કોરીડોર સાથે તેની ઍક્સેસનો બીજો મુખ્ય ફાયદો એ છે કે તે સરેરાશ ટ્રાન્ઝીટના સમયમાં બચત કરે છે જે ૨૪ કલાકના માર્ગ પરિવહનની તુલના સામે રેલ્વે દ્વારા ૧૦ કલાકમાં થતું હોવાનીસંભાવના છે. આ સંપાદન ટ્રાન્સપોર્ટ યુટીલિટી બનવા તરફની અમારી પરિવર્તન વ્યૂહરચના સાથે સાનુકૂળ રીતે બંધ બેસે છે તેમજ અમારા ગ્રાહકોને આર્થિક રીતે ઘર આંગણે સેવાઓ પૂરી પાડવાના અમારા હેતુની નજીક લઈ જાય છે.અમે રાષ્ટ્ર માટે વિશ્વ કક્ષાની ટકાઉ બહુલક્ષી-મોડલ સપ્લાય ચેઇનના ઉકેલનું નિર્માણ કરીને ઇન્ટીગ્રેટેડ વોલ્યુમને બે ટોચના આંકડામાં વધારવાનો વિશ્વાસ ધરાવીએ છીએ.
જમીનની કિંમત અને વર્તમાન અસ્કયામતોના રિપ્લેસમેન્ટ ખર્ચ પર આધારિત આ સંપાદનની રૂ.૮૩૫ કરોડનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૩ના ૭.૮ ગુણાંક EBITDA ના આધારે EV/EBITDA ગુણાંક સૂચવે છે. આ સોદો પરંપરાગત નિયમનો અને ધિરાણકર્તાની મંજૂરીઓને આધીન છે અને વિત્ત વર્ષના બીજા ક્વાર્ટર માં સંપ્પન થવાની અપેક્ષા છે.
અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ અંગેઃ
વૈશ્વિક સ્તરે વૈવિધ્યકરણ ધરાવતા અદાણી ગ્રુપના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે. વ્યૂહાત્મક સ્થળોએ આવેલા ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્નમ અને ક્રિશ્નાપટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં એનરોન સહિત ૧૨ પોર્ટસ અને ટર્મિનલ્સ સાથે તે સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે, જે દેશની કુલ પોર્ટ ક્ષમતામાંથી ૨૪ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પોર્ટ સાગરકાંઠાના વિસ્તારો અને હિન્ટરલેન્ડનો વ્યાપક જથ્થો હેન્ડલ કરે છે. કંપની કેરાલામાં વિઝીન્ઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. અમારા પોર્ટસ એન્ડ લોજીસ્ટીક પ્લેટફોર્મમાં ઈન્ટિગ્રેટેડ લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક ઝોન્સના બંદરો અને એકમોનો સમાવેશ થાય છે, જે અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે અને ગ્લોબલ સપ્લાય ચેઈનમાં પ્રભાવક સ્થાન આપે છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનવાના બેઝ સાથે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટિવ (SBTi) ઉપર હસ્તાક્ષર કર્યા છે અને તે મારફતે ગ્લોબલ વોર્મિંગને પ્રિ-ઈન્ડસ્ટ્રિયલ લેવલના 1.5 સેન્ટીગ્રેડ સુધી રાખીને એમિશનમાં ઘટાડો કરવાની કટિબધ્ધતા દાખવી છે.
અદાણી લોજીસ્ટિક્સ લિ.
અદાણી લોજિસ્ટિક્સ લિ.(ALL) એ મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક સહિત લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીને કન્ટેનર,લિક્વિડ, ગ્રેન, બલ્ક અને ઓટો માટે સંપૂર્ણ રેલ સોલ્યુશન્સ બનાવીને ભારતમાં મોટા બજારોમાં સૌથી વધુ વૈવિધ્યસભર એન્ડ-ટુ-એન્ડ ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર છે.
અદાણી લોજિસ્ટિક્સ લિ. ભારતમાં લગભગ દોઢ દાયકાથી કાર્યરત છે. કંપની પાટલી, કિશનગઢ, કિલારાયપુર, માલુર, મુન્દ્રા, નાગપુર અને તલોજામાં મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (MMLP) વિકસાવવા સાથે તેનું સંચાલન કરે છે.
અદાણી લોજીસ્ટિકસ લિ.૪૨ કન્ટેનર ટ્રેઇન, ૨૫ બલ્ક ટ્રેઇન, ૭ એગ્રી ટ્રેઇન અને 3 ઓટો ટ્રેઇન મળી કુલ ૭૭ માલવાહક ટ્રેઇનોનું સંચાલન કરે છે, કંપનીના આ લોજીસ્ટિક્સ કાફલાને અનુરુપ પોતાના ૨૮૫ ટ્રક્સના કાફલા સાથે ૮૦૦,૦૦૦ ચોરસ ફૂટ વેરહાઉસિંગ જગ્યા, ૫,૦૦૦ કન્ટેનર, ૦.૯ મિલીઅન મેટ્રિક ટનની ક્ષમતાના અનાજ સાયલોનું સંચાલન કરે છે.

Related posts

લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છેઃ પ્રમુખસ્‍વામી મહારાજ

vartmanpravah

ઉમરગામ તાલુકાના મોહનગામના જયેશ હળપતિ ઉપર હૂમલોઃ ઉમરગામના કેટલાક બુટલેગર અને તેના સાગરિતો સામેલ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્‍લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સેલવાસની મહિલા ગુમ

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત ટી.વાય. બી.કોમ ગુજરાતી માધ્‍યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

Leave a Comment