June 13, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારોલી તલાટ, ઘોટણ, કરચોંડ, વાડી અને વાવર ખાતે તા.8મી ઓક્‍ટોબરના રોજ પાણી પુરવઠા અને જળ સંપત્તિ, નર્મદા, કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂ.81 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ડાંગ અને વલસાડના સાંસદશ્રી ડૉ. કે.સી.પટેલે વિશેષ ઉપસ્‍થિતિ આપી હતી.મંત્રીશ્રીએ કપરાડા તાલુકામાં રૂ.81 કરોડના રસ્‍તાઓ, બ્રીજ, હેન્‍ડપંપ, પેવરબ્‍લોક, નાળાં, કુવા, ચેકડેમ કમ કોઝવે, પૂર સંરક્ષણ દીવાલ, કમ્‍પાઉન્‍ડ વોલ અને વન કુટિર એમ કુલ 198 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં વારોલી તલાટમાં રૂ.15.44 કરોડના 37, ઘોટણમાં રૂ.14.58 કરોડના 46, કરચોંડમાં રૂ.7.06 કરોડના 42, વાડીમાં રૂ.19.78 કરોડના 40, અને વાવરમાં રૂ.24.19 કરોડના 33 કામોનો સમાવેશ થાય છે.

Related posts

વલસાડના કોસમકુવામાં જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા યોજાઈ

vartmanpravah

કુંતા-વાપી ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ 2023માં વાપી નગરપાલિકા રાજ્‍યમાં પ્રથમ ક્રમે : ગાર્બેજ ફ્રી સિટીમાં વન સ્‍ટાર

vartmanpravah

વીઆઈએ અને મહેશ્વરી મહિલા મંડળના સહયોગથી તૈયાર કરાયેલ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને જિ.પં. પ્રમુખ નિશા ભવરે સીલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું અનાવરણ

vartmanpravah

સેલવાસ કોર્ટ નજીક નવનિર્મિત બ્રિજ પર ડમ્‍પર પલ્‍ટી ગયું

vartmanpravah

Leave a Comment