September 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી કન્‍યાશાળાની વિદ્યાર્થીઓને માસિક ધર્મ વિશે ડોકટરો દ્વારા સમજણ આપી કરાયું પેડનું વિતરણ

  • માસિક ધર્મ વિશે જાગૃતિ અભિયાનની શરૂઆત કરતી જીવ દયા ગ્રુપ

  • જીવદયા ગ્રુપ દ્વારા અપાશે એક વર્ષ સુધી નિઃશુલ્‍ક સેનેટરી પેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: હાલના તબક્કે પણ આપણા સમાજમાં માસિક ધર્મની ચર્ચા જાહેરમાં કરી શકાતી ન હોય બિન જાણકારીના અભાવે માસિકસ્ત્રાવ દરમિયાન આરોગ્‍ય અને સ્‍વચ્‍છતા ને લઈસ્ત્રીઓ પરેશાની ભોગવી રહી છે. માસિક ધર્મ દરમિયાન મોટાભાગની છોકરીઓ સાનુકૂળતા અનુભવતી ન હોય ઘણીવાર સ્‍કૂલે જવાનું પણ ટાળી દેતી હોય છે અને જુનવાણી રીતિ રિવાજો અપનાવી પોતાની જાતને અશુદ્ધ સમજે છે.
સરકાર સેનેટરી પેડ આપશે કે કેમ જેવો મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાતા આ વિડિયો પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારીના પત્‍નીને ધ્‍યાને આવતા તેમણે આ વિશે પોતાના પતિ અલી અન્‍સારી તેમજ જીવદયા ગ્રુપ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે પારડી ખાતે આવેલ કન્‍યા શાળામાં અભ્‍યાસ કરતીવિદ્યાર્થીનીને મફતમાં પેડની સુવિધા આપવાનો નિર્ણય લઈ અભિયાન હાથ ધર્યું હતું.
સોમવારે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી અને તેમના પત્‍ની, જીવદયાના ભાવનાબેન શૈલેષભાઈ પટેલ, પારડી જાણીતા ગાયનેક ડોક્‍ટર જીજ્ઞાબેન ગરાસીયા, પારડી નગરપાલિકા કોર્પોરેટર ફાલ્‍ગુનીબેન ભટ્ટ, દેવેન શાહ, ધર્મેશ મોદી સહિતના અગ્રણીઓ પારડી કન્‍યાશાળા ખાતે પહોંચી ડોકટરો દ્વારા વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ દરમિયાન આરોગ્‍ય તથા સ્‍વચ્‍છતા બાબતે સમજણ આપી હતી અને વિદ્યાર્થીનીઓને કપડાનો નહિ પરંતુ પેડનો ઉપયોગ કરવા સમજ આપી નિઃશુલ્‍ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે અલી અન્‍સારીએ જણાવ્‍યું હતું કે શાળાના તમામ વિદ્યાર્થીનીઓને એક વર્ષ સુધી નિઃશુલ્‍ક સેનેટરી પેડ આપવામાં આવશે અને સ્‍વભંડોળ ભેગું કરી અન્‍ય શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને આ રીતે સેનેટરી પેડ આપવામાં આવશે હોવાનું જણાવ્‍યું હતું.
સરકારના ‘‘બેટી બચાવો બેટી પઢાવો”ના સ્‍લોગનમાં જીવદયા ગ્રુપે એક ઉમેરો કર્યો છે. જે મુજબ ‘‘બેટી કી કેર કરો”ના નામનો નવો ઉમેરો કર્યો છે અને સેનેટરી પેડ વિતરણ કરી પેડમેનની ભૂમિકા ભજવી હતી. જીવદયા ગ્રુપ પારડી તેમજ આજુબાજુના ગામો સાપોને ઉગરવાનું કામ કરવાની સાથે કોરોના કાળ દરમ્‍યાન ટિફિન સેવા,જરૂરુઆતમંદોને ફ્રી એમ્‍બ્‍યુલન્‍સની સેવા તો આપી જ રહી છે સાથે સાથે હવે કન્‍યા શાળાઓની બાળાઓને આરોગ્‍ય ક્ષેત્રે ખૂબ જ મહત્‍વની સેનેટરી પેડનું વિતરણ કરી પોતાની સેવાકીય પ્રવૃત્તિમાં એક નવું છોગુ ઉમેર્યું છે.

Related posts

સરીગામ જીઆઈડીસીના કામદારોની સુરક્ષાના અભાવે માથે ભમતું મોતઃ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍ય વિભાગની બલિહારી

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા જાહેર સ્‍થળોએ કબુતરોને ચણ નાંખવા પર પ્રતિબંધ ફરમાવાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળી પર્વમાં આક્‍સ્‍મિક બનાવો રોકવા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ દ્વારા સૂચનો

vartmanpravah

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

Leave a Comment