October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

વન વિભાગ અને ગ્રામજનોએ ખાટલો ઉતારી ત્રણ-ચાર કલાકની
જહેમત બાદ દિપડાને બહાર કાઢયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.26: કપરાડા તાલુકાના વડોલી ગામે વિચિત્ર ઘટના સર્જાવા પામી હતી. શિકારની શોધમાં નિકળેલ દિપડો અચાનક કુવામાં ખાબકી ગયો હતો. ગ્રામજનોને જાણ થતા દિપડાનું રેસ્‍ક્‍યુ કરીને સલામત બહાર કાઢવામાં આવ્‍યો હતો.
કપરાડા-ધરમપુર જેવા અંતરિયાળ જંગલ વિસ્‍તારમાં દિપડા શિકાર કરવા નિકળતા હોય છે તે મુજબ કપરાડાના વડોલી ગામે તેવો એક દિપડો ગામમાં આવેલ એક કુવામાં ખાબકી ગયો હતો. ગ્રામજનોએ કુવામાં ખાબકેલ દિપડો જોતા વન વિભાગને જાણ કરી હતી. ફોરેસ્‍ટની ટીમે દોડી આવીને દિપડાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભારેખમ દિપડો કેવી રીતે બહાર કાઢવો તેની પણ મુંઝવણ ઉભી થઈ હતી. અંતે ખાટલાને કુવામાં ઉતારીને દિપડાને ત્રણ-ચાર કલાકની જહેમત બાદ બહાર કઢાયો હતો. દિપડો કુવાનો પાઈપ બરાબર પકડી બેસી રહ્યો હતો.

Related posts

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા લાયસન્‍સ વિના ધંધો કરતા વેપારીઓને હટાવાયા

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના વિદ્યાર્થીઓ રમતમાં ઝળકયા

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરના બાળકોએ જી.કે. આઈકયુ 2024 ની પરીક્ષા આપી

vartmanpravah

ઉચ્‍ચત્તર માધ્‍યમિક ગુજરાત બોર્ડનું દાદરા નગર હવેલીનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 57.14 ટકા

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા બુચરવાડા દીવમાં ‘હિન્‍દી દિવસ’ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment