September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સરીગામમાં ભંગારના ધંધા માટે લોહીયાળ જંગ

બેઝબોલના દંડા અને લોખંડના પાઈપથી ચાર ઈસમોએ કરેલા હિંસક હુમલામાં એક વ્‍યક્‍તિ ગંભીર રીતે જખ્‍મી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: ઉમરગામ તાલુકાના સરીગામમાં કંપનીઓમાંથી ભંગાર ઉચકવાની ચાલીરહેલી હરીફાઈમાં સર્જાયેલું ઘર્ષણ ગતરોજ હિંસક હુમલામાં પરિણમતા વાતાવરણ ભયભીત બની જવા પામ્‍યું છે. સરીગામના સ્‍થાનિક નેતાઓ વચ્‍ચે ભંગારની દલાલી કમાવવાની લાલચમાં કંપનીના માલિકો અને સંચાલકો ઉપર દબાણ લાવી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ સાવરીયા હોટલની સામે અને કેનાલની બાજુમાં બપોરના 12.40 કલાકના અરસામાં હિંસક હુમલાની ઘટના બનવા પામી હતી. હુમલાનો ભોગ બનનાર સલીમ ઉપર ચાર ઈસોમોએ બેઝબોલ દંડા અને લોખંડના પાઈપ વડે પગ અને હાથમાં ફટકા મારી ફેક્‍ચર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલો અગાઉ બનેલી મારામારીની ઘટનાની અદાવત રાખી કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. પ્રારંભમાં હુમલો કરનાર જીમી ડાહયા મિષાએ સલીમની ગાડીને પાછળથી ટક્કર મારી વાતાવરણ તંગ બનાવ્‍યું હતું અને ગાડીની બહાર આવેલા સલીમ ઉપર બેઝબોલ દંડા વડે હુમલો કર્યો હતો. જે હુમલાના ભયથી સલીમ નહેર ઉપર ભાગી ગયો હતો. જ્‍યાં ચાર ઈસમોએ ભેગા મળી ઢોર માર માર્યો હોવાની ઘટના પોલીસના ચોપડે નોંધવા પામી છે. આ ઘટનામાં ફરિયાદના આધારે પોલીસ તંત્રએ ચાર ઈશમો 1. જીમી મિષા ડાહયા રહે.સરીગામ 2. નિયાઝ ચાંદ મોહમ્‍મદ મણીયાર રહે.વાપી 3. મેરાજ ઉર્ફે ગુડુ કુદરત ખાન રહે.વાપી અને 4. અજાણ્‍યો ઈસમ વિરુદ્ધ આઈપીસી 323, 325 294 (બે) 427, 506 (2), 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ અને અદ્યતનીકરણના પર્યાય અને પ્રણેતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

ચીખલી તાલુકાના કૂકેરી ગામે ઘરની દીવાલ ધસી પડતાં શ્રમજીવી પરિવારના દંપતિનું મોત

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત કચેરીમાં 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

બલવાડા નેશનલ હાઈવે ઓવરબ્રિજ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીથી અવાર નવાર સર્જાઈ રહેલા અકસ્‍માતો

vartmanpravah

પેટ્રોલ પંપ પર ગેસ પુરાવવા આવેલા કાર ચાલકોએ પંપના કર્મચારીને માર મારવાના બનાવમાં ચાર સામે ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment