Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.થી રેતી ભરીને મુંબઈ જઈ રહેલ ટ્રકને સુગર ફેક્‍ટરી પાસે વાંકી નદીના બ્રિજ પાસે નડ્‍યો અકસ્‍માત, લક્‍ઝરી બસના ચાલકેઓવરટેકની લ્‍હાયમાં ટ્રકને કટ મારતા ટ્રકે પલ્‍ટી મારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.31
અંકલેશ્વરના પનોલી જી.આઈ.ડી.સી.થી રેતીની ગુણ ભરીને મુંબઈ તરફ જતો ટ્રક નં.પ્‍ણ્‍-06-ગ્‍ષ્‍-0309નો ચાલક જાવેદ ખાન ટ્રક લઈ મુંબઈ તરફ જઈ રહ્યો હતો. જે દરમ્‍યાન વલસાડ સુગર ફેક્‍ટરી નજીક આવેલી વાંકી નદીના બ્રિજ પાસે મુંબઈ તરફ જતી લક્‍ઝરી બસના ચાલકે બ્રિજ ઉપર ઓવરટેક કરવાની લ્‍હાયમાં ટ્રકને કટ મારી અકસ્‍માત સર્જ્‍યો હતો. આ અકસ્‍માતમાં મુંબઈ તરફ જતી ટ્રક પલ્‍ટી ગઈ હતી.
અકસ્‍માતને લઈ સ્‍થાનિક લોકો અને વાહન ચાલકો તાત્‍કાલિક ટ્રકમાં ઇજાગ્રસ્‍ત જાવેદ ખાનની મદદે દોડી આવ્‍યા હતા. સ્‍થાનિક લોકોએ બનાવની જાણ 108 અને વલસાડ સીટી પોલીસની ટીમને કરી હતી. વલસાડ સીટી પોલીસે તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
અકસ્‍માતમાં ટ્રક ચાલક જાવેદ ખાનને સામાન્‍ય ઇજાઓ પહોંચી હતી. પોલીસે ઘટના સ્‍થળેથી ટ્રકના ડ્રાયવરનું નિવેદન નોંધી હાઇવે ઉપર આવેલ સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્‍યા લક્‍ઝરી બસના ચાલકને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

Related posts

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

અશ્વમેઘ વિધાલય સોઢલવાડામાં વિજ્ઞાનપ્રવાહમાં પલક વિપુલભાઈ પટેલ B1ગ્રેડ PR 79.09 મેળવી મેળવીને ડહેલી ગામનું ગૌરવ વધાર્યું

vartmanpravah

વગર લાયસન્‍સે ઉંચુ વ્‍યાજ વસુલ કરતા ઈસમને ઝડપી પાડતી ખેરગામ પોલીસ ટીમ

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment