April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

અગ્નિવિર ગૌ સેનાના કાર્યકરો અને સ્‍થાનિકોનો આક્ષેપ : નાપાક તત્‍વો દ્વારા ગાયોને ટ્રેક ઉપર ખદેડી લવાઈ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ નજીક ડુંગરી શંકરતળાવ પાસે રવિવારે રાત્રે મુંબઈ-અમદાવાદ અને અમદાવાદ-મુંબઈ બન્ને ટ્રેક ઉપર 24 જેટલા ગૌવંશ ટ્રેન અડફેટે આવી જતા ઘટના સ્‍થળે જ તમામ ગાયોના કમકમાટીભર્યા મોત નિપજ્‍યા હતા. હિચકારી બનેલી ઘટનાની જાણ બાદ આર.પી.એફ, જી.આર.પી., અગ્નિવિર, ગૌરક્ષક સેના અને સ્‍થાનિકો ઘટના સ્‍થળે ધસી આવ્‍યા હતા. મુંગા જીવોની અરેરાટી ઉપજાવનારી ઘટના બાદ લોકોમાં રોષ સાથે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ નજીક ડુંગરી શંકરતળાવ નજીક રવિવારે રાત્રે રેલવેની અપ એન્‍ડ ડાઉન બન્ને ટ્રેક ઉપર આશરે 500 મીટરના અંતરમાં 24 જેટલી ગાયો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટી હતી. સ્‍થાનિકોને ઘટનાની જાણ થતા દોડીઆવ્‍યા હતા. આર.પી.એફ. જી.આર.પી. અને અગ્નિવિર ગૌ સેનાને જાણ કરાતા તમામ લોકો ઘટના સ્‍થળે દોડી આવી મૃત ગાયોને ટ્રેન ટ્રેક પરથી હટાવી હતી. આ હિચકારી ઘટના અંગે સ્‍થાનિકોએ સીધો આક્ષેપ કર્યો હતો કે અસામાજીક નાપાક તત્‍વો દ્વારા ગાયોને નહેર સમાંતર ખદેડી લાવી ટ્રેક ઉપર આંતરવામાં આવી છે. કારણ કે ઘટનાની આસપાસ અનેક તૂટેલી લાકડીઓ, બંબુ મળી આવ્‍યા છે. તેમજ અગાઉ પણ જોરાવાસણ સ્‍ટેશને આવી જ ઘટના દોઢ વર્ષ પહેલાં પણ ઘટી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

પારડીમાં નવી તાલુકા કોર્ટ બિલ્‍ડીંગની મળી બાંધકામની મંજૂરી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી વિવેક ધાડકરનામાર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠક યોજી

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી

vartmanpravah

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

vartmanpravah

વીજળી બચાવોના પાઠ ભણાવનારા જ લાપરવાહ…આ તે કેવી માનસિકતા………. કોલસાની ઘટ વચ્‍ચે વીજળી બચાવોની વાતને ચીખલી તાલુકા સેવાસદનના કર્મચારીઓ ઘોળીને પી ગયા : ઓફિસમાં ન હોવા છતાં પંખા-લાઇટો ચાલુ

vartmanpravah

Leave a Comment