(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકમાટેની પેટા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પ્રશાસને 15 જેટલા અધિકારીઓની સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ તરીકે નિયુક્તિ કરી છે.
સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ તરીકે નિયુક્ત થયેલા અધિકારીઓમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના ડાયરેક્ટર સહ સંયુક્ત સચિવ શ્રી સુરેશ કુમાર મીણા, શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ ગુરવ, સેલવાસ ન.પા.ના સી.ઓ. શ્રી મોહિત મિશ્રા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી અજય શંકર, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી મીણા રામ રાજ, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી બલજીત કુમાર, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી રાજીવ કુમાર, સીજીએસટી વિભાગના અધિક્ષક ગૌતમ ગોવિંદા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી બત્તીલાલ મીણા, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી મીણા રામફૂલ, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી ડી.આર.લીમયે, સીજીએસટી વિભાગના અધિક્ષક શ્રી ગોવિંદ સિંઘ, યુ.ટી. જી.એસ.ટી. ઓફિસર શ્રી એન.એમ.પટેલ અને યુ.ટી.જી.એસ.ટી. ઓફિસર શ્રી દિપક નાયરનો સમાવેશ થાય છે.