મારી મરજીથી ઘર છોડીને જતી હોવાની ચીઠ્ઠી મળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.21: મહેસાણા ખાતે રહેતી એક સગીરા ઉંમર વર્ષ 15 આજથી આઠ માસ પહેલા પારડી ખાતે પોતાનામામાના ઘરે રહેવા આવી હતી અને સ્ટેશન રોડ ખાતે સીવણ ક્લાસમાં સિલાઈનું કામ શીખવા જઈ રહી હતી. તારીખ 18-03-2023 ના રોજ સગીરાના મામા પારડી જીઆઈડીસી ખાતે નોકરી પર ગયા હોય અને મામી પણ દમણી ઝાંપા ખાતે પોતાના પિયર ગઈ હોય આ સગીરાએ ચિઠ્ઠી લખીને કહ્યું કે, મેં મારી મરજીથી ઘર છોડીને જાતી છે મહેરબાની કરીને મને શોધતા નહીં, મેં મારી મરજીથી એકલી જ જાતિ છે, કોઈના પણ સાથે નથી જાતી અંગેની ચિઠ્ઠી છોડી ઘર છોડીને જતી રહેતા મામાએ ઘરની આજુબાજુ સગા વાલાઓ તથા સગીરાના મૂળ ગામ મહેસાણા ખાતે પણ તપાસ કરતા મળી ન આવતા પોતાની ભાણેજનું અપહરણ થયા અંગેની ફરિયાદ પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.