April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ કોંગ્રેસ દ્વારા સેલવાસ ખાતે નવી પંચાયત માર્કેટમાં માતાજીનું મંદિર બનાવવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: સેલવાસ ખાતે બની રહેલ નવી પંચાયત માર્કેટમાં માતાજીનું મંદિર બનાવવા દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્‍યા અનુસાર દા.ન.હ.ના સેલવાસને સ્‍માર્ટ સીટી બનાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા જૂની બિલ્‍ડીંગો તોડી પાડવામાં આવેલ છે જેમાં કેટલાક પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યા છે. ગત દિવસોમાં જૂની પંચાયત માર્કેટ પણ તોડવામાં આવેલ છે. આ જૂની પંચાયત માર્કેટમાં હિન્‍દુ સમાજના આસ્‍થાનું પ્રતિક માતાજીનું મંદિર પણ હતું. દુર્ભાગ્‍યથી નગરપાલિકા અને જિલ્લા પ્રશાસને મનમાની કરી એને પણ તોડી પાડયું હતું. પરંતુ હાલમાં નવા પંચાયત માર્કેટમાં હિન્‍દુ સમાજની આસ્‍થાનું પ્રતિક માતાજીનું મંદિર બનાવવામાં આવશે કે નહિ? આ પ્રશ્નો જનતાના મનમાં ઉભા થઈ રહ્યા છે. ત્‍યારેઆ બાબતે સેલવાસ નગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા અત્‍યાર સુધી કોઈ જ ખુલાસો કરવામાં આવ્‍યો નથી. તેથી અમારી ટીમ દ્વારા તપાસ કરતા અમને જાણકારી મળી છે કે નવી પંચાયત માર્કેટનું મોડલ તૈયાર થઈ ગયું છે, પરંતુ એ પંચાયત માર્કેટમાં માતાજીનું મંદિર હતું તે હવે કઈ જગ્‍યા પર બનાવવામાં આવશે તેનો કોઈ જ ઉલ્લેખ કરાયો નથી એક કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે. આશા કરીએ છીએ કે સેલવાસ નગરપાલિકા અને જિલ્લા પ્રશાસન હિન્‍દુ સમાજની આસ્‍થા અને ભક્‍તોની ભાવનાને સમજીને આ નવી પંચાયત માર્કેટમાં માતાજીનુ મંદિર ફરીથી બનાવવામાં આવે એવું કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્‍ટરને નિવેદન કરાયું છે.

Related posts

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

વાપી પાલિકાએ વેરો ના ભરતા ચલા વિસ્‍તારના રો-હાઉસ માલિકોને નોટિસો ફટકારી, બે ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

વાપીના રાજુભાઈ હાલાણીની ગુજરાત વકફ બોર્ડ મેમ્‍બર તરીકે વરણી

vartmanpravah

વાપી પાલિકાની 23 જગ્‍યા માટે 2300 અરજી, વલસાડ પાલિકા સિટી બસ 15 કન્‍ડક્‍ટર માટે 1000 અરજી!!

vartmanpravah

સ્‍વચ્‍છતા સર્વેક્ષણ2021માં સેલવાસ શહેર 84 રેન્‍ક પરથી 66માં રેન્‍ક પર

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment