Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવના વિદ્યાર્થીએ દર્શાવેલી પ્રમાણિકતા

ધો.૧૦મા અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને રસ્તા પરથી મળેલ પાકિટમાં રૂા. ૮પ૦૦ હતા જેને શાળામાં જમા કરાવતા શાળા પરિવારે આધારકાર્ડના આધારે પાકિટ મૂળ માલિકને પરત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દીવ, તા.12: સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવમાં ધોરણ 10માં અભ્‍યાસ કરનાર સોલંકી કેતન શામતભાઈ અને સોલંકી સંજય રૂખડભાઈને શાળાએ ભણવા આવતાં હતા ત્‍યારે એ બંને વિદ્યાર્થીઓને રસ્‍તા પર કોઈનું પડી ગયેલું પાકીટ મળ્‍યું, જેમાં 8500/- રૂપિયા તેમજ આધાર કાર્ડ હતાં. એ બંને વિદ્યાર્થીઓએ એ પાકીટ શાળામાં જમા કરાવ્‍યું. અને આધાર કાર્ડ નંબર પરથી શાળા પરિવારે તપાસ કરી તે પાકીટ તેનાં મૂળ માલિકને પરત કર્યું. પાકીટના મૂળ માલિકે બંને વિદ્યાર્થીઓને એમની પ્રમાણિકતા માટે રોકડ ઈનામ આપી આભાર માન્‍યો હતો. શાળા પરિવારે પણ એ બંને વિદ્યાર્થીઓની ઈમાનદારી બદલ પ્રશંસા કરી સન્‍માનિત કર્યા હતા.

Related posts

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપીના ડુંગરામાં સિટી સિવિક સેન્ટરનું ઇ-લોકાર્પણ કર્યુ: નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્‍યાર

vartmanpravah

દીવમાં ભાજપની ‘જન સંપર્ક યાત્રા’ સંપન્ન

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

Leave a Comment