ધો.૧૦મા અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને રસ્તા પરથી મળેલ પાકિટમાં રૂા. ૮પ૦૦ હતા જેને શાળામાં જમા કરાવતા શાળા પરિવારે આધારકાર્ડના આધારે પાકિટ મૂળ માલિકને પરત કર્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દીવ, તા.12: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બુચરવાડા-દીવમાં ધોરણ 10માં અભ્યાસ કરનાર સોલંકી કેતન શામતભાઈ અને સોલંકી સંજય રૂખડભાઈને શાળાએ ભણવા આવતાં હતા ત્યારે એ બંને વિદ્યાર્થીઓને રસ્તા પર કોઈનું પડી ગયેલું પાકીટ મળ્યું, જેમાં 8500/- રૂપિયા તેમજ આધાર કાર્ડ હતાં. એ બંને વિદ્યાર્થીઓએ એ પાકીટ શાળામાં જમા કરાવ્યું. અને આધાર કાર્ડ નંબર પરથી શાળા પરિવારે તપાસ કરી તે પાકીટ તેનાં મૂળ માલિકને પરત કર્યું. પાકીટના મૂળ માલિકે બંને વિદ્યાર્થીઓને એમની પ્રમાણિકતા માટે રોકડ ઈનામ આપી આભાર માન્યો હતો. શાળા પરિવારે પણ એ બંને વિદ્યાર્થીઓની ઈમાનદારી બદલ પ્રશંસા કરી સન્માનિત કર્યા હતા.