July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વાપી-વલસાડમાં બે કલાક તોફાની વરસાદ પડયો : વિદાય થયેલો વરસાદ ફરી પડતા જનજીવન પ્રભાવિત

વલસાડ રેલવે ગોદીમાં સેંકડો ટન અનાજનો જથ્‍થો ભીંજાઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી સહિત વલસાડ જિલ્લામાં મેઘરાજાએ છેલ્લા આઠ-દશ દિવસથી વિરામ સાથે ચોમાસાએ વિદાય લીધી હતી. લોકોએ ઉત્‍સાહ પૂર્વક નવરાત્રિ મહોત્‍સવ પણ માણ્‍યો પરંતુ આજે બુધવારે ફરી વાપી, વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી થઈ હતી. સતત બે કલાક વરસાદ વરસતા માંડ પાટે ચઢેલ જનજીવન પાછું આજે સાંજના 5 વાગ્‍યાથી છીન્ન-ભિન્ન થઈ ગયું હતું.
વલસાડ જિલ્લામાંથી વરસાદે ઉચાળા ભર્યા હોય તેવું લાગતું હતું. પરંતુ આવી લોકોની ધારણા આજે મેઘરાજાએ ખોટી ઠેરવી હતી. જો કે હવે તો કમોસમી જ ગણાય તેવા આજે વરસેલા વરસાદે સામાન્‍ય જનજીવન તો પ્રભાવિત કર્યું હતું. પરંતુ મોટી આડઅસર વલસાડ રેલવે ગોદીમાં થઈ હતી.સેંકડો ટન સરકારી અનાજનો જથ્‍થો હરિયાણા-પંજાબથી રેક દ્વારા આવેલો અને તેને એફ.સી.જી. ગોડાઉનમાં તદબીલ કરવાની રેલવે ગોદીમાં કામગીરી ચાલું હતી ત્‍યાં જ અચાનક વરસેલા વરસાદથી તમામ સેંકડો ટન અનાજનો જથ્‍થો ભીંજાઈને ખરાબ થઈ ગયો હતો.

Related posts

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

વાપી છરવાડામાં પૈસાનો વરસાદ વરસાવી કહી રૂા.1.62 લાખની ઠગાઈ : બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ

vartmanpravah

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં ખેડૂત ખાતેદારની ચાલી રહેલી ખરાઈ પ્રક્રિયાથી બોગસ ખેડૂત બનારાઓમાં સન્નાટો

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના દાનહ-દમણ-દીવ પ્રદેશના પ્રભારી વરુણ ઝવેરીએ લીધી મુલાકાત

vartmanpravah

મહારાષ્ટ્રના પાલઘર નજીક આવેલ ભૂકંપના આંચકાની અસર દાનહના વિવિધ ગામમાં પણ અનુભવાયા

vartmanpravah

Leave a Comment