Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદેશ

શરદ પૂર્ણિમા નિમિત્તે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા દુણેઠા ગ્રા.પં.ના હોલમાં ગરબા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.12 : શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણ દ્વારા ગત તા.09મી ઓક્‍ટોબર, 2022 ના રવિવારના રોજ દુણેઠા ગ્રામ પંચાયત હોલ ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે ગરબા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. સૌ જ્ઞાતિજનોએ સહ પરિવાર આ શરદ પૂર્ણિમાના ગરબામાં ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. ગત બે વર્ષ વિશ્વ મહામારી કોરોનાકાળના કારણે ગરબાનું આયોજન થઈ શક્‍યું હતું. પરંતુ આ વર્ષે કોરોના કાબુમાં આવતાં ગરબાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આરતીથાળી સ્‍પર્ધા તેમજ ગરબા સ્‍પર્ધાનું ઉત્‍સાહથી આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાળકો, યુવાનો, યુવતીઓ તેમજ વડીલોએ પણ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્‍પર્ધાના વિજેતાઓને આકર્ષક ઈનામો આપી નવાજવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં દુણેઠા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સવિતાબેન અને શ્રી ભરતભાઈ મુખ્‍ય અતિથિ તરીકે, તેમજ વાપી બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી તેમજ સચિવશ્રીએ ખાસ હાજર રહી ગરબાની રંગત માણી હતી. શરદ પૂર્ણિમાના ગરબા કાર્યક્રમ દરમિયાન દૂધ-પૌવાનો પ્રસાદ તેમજ બ્રહ્મ ભોજનની પણ સુંદર વ્‍યવસ્‍થા ઉપલબ્‍ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દમણના પ્રમુખ શ્રી અપૂર્વ પાઠકે પ્રસંગે પોતાનુ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યું હતું તેમજ ભોજનનો સંપૂર્ણ ખર્ચ પણ ઉઠાવ્‍યો હતો અને સ્‍પર્ધકોનાં ઈનામનો સંપૂર્ણ ખર્ચ શ્રી સમીરભાઈ પંડયાએ ઉપાડ્‍યો હતો.
શરદ પૂર્ણિમાના ગરબાના સફળ આયોજનમાં પૂર્વ પ્રમુખો શ્રી પ્રજ્ઞેશ ભટ્ટ અને શ્રી રાજેશભાઈ ઉપાધ્‍યાય, સમાજનાં ઉપ પ્રમુખ શ્રીમતી શિવાનીબેન પંડયા, વાત્‍સલ્‍ય સ્‍કૂલના શ્રીમતી નિમીષાબેન પાઠક, સમાજનાં સચિવ શ્રી જયેશભાઈ જોષી, ખજાનચી શ્રીતૂષારભાઈ મહેતા તેમજ અન્‍ય સભ્‍યોનું મહત્‍વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

Related posts

ધરમપુર જામનપાડા ફોરેસ્‍ટનાકા પાસે લક્‍ઝરી બસ પલટી

vartmanpravah

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

vartmanpravah

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ શાળાઓમાં રંગોળી, પ્રશ્નોતરી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગર પાલિકા હદ વિસ્‍તારમાં રૂા. 9 કરોડથી વધુના વિકાસના કામોનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment