April 20, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

  • ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ મોતની ઘટનાના પડી રહેલા ઘેરા પ્રત્‍યાઘાત

  • આદિવાસી વિકાસ પરિષદ દ્વારા જિલ્લા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: ગઈકાલે ટોરેન્‍ટ પાવરની ગુનાહિત બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી થયેલ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્‍યાઘાત પડી રહ્યા છે અને ટોરેન્‍ટ પાવર દ્વારા પોતાની જવાબદારીમાંથી છટકવા શરૂ કરેલા પ્રયાસોની પણ ટીકા થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક મુકેશ માહદુ વાઘ જે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરી રહ્યો હતો ત્‍યાંથી સિંગલ ફેઈઝ અને થ્રી ફેઈઝ લાઈન પસાર થઈ રહી હતી. જ્‍યારે મૃતક કામ કરવા ગયો ત્‍યારે ટોરેન્‍ટ સત્તાવાળાઓ દ્વારા એવું કહેવામાં આવ્‍યું કે, બંને લાઈનોને સ્‍વીચ ઓફ કરવામાં આવી છે. ત્‍યારબાદ ઘટેલી કમનશીબ ઘટના બાદ મુકેશ વાઘનું થયેલ અપમૃત્‍યુ માટે ટોરેન્‍ટ પાવરની લાપરવાહી જવાબદારહોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આજે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દાદરા નગર હવેલી અને દમણ-દીવના યુવા પરિષદ દ્વારા જિલ્લા કલેક્‍ટરને આવેદનપત્ર આપી ટોરેન્‍ટ પાવર સામે અનુ.જાતિ/જનજાતિ અત્‍યાચાર નિવારણ ધારા હેઠળ ફરિયાદ નોંધવા તથા મૃતક મુકેશ માહદુ વાઘના પરિવારને વળતર આપવા અને ટોરેન્‍ટ પાવર સામે તપાસ બેસાડી યોગ્‍ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, મૃતક મુકેશ વાઘના પરિવારમાં તેમના વૃદ્ધ માતા અને પિતાનો એકનો એક સહારો ખતમ થઈ જવા પામ્‍યો છે. એકમાત્ર મુકેશ વાઘ દ્વારા જ પરિવારનું ભરણપોષણ કરાતું હતું. હવે ઘડપણનો ટેકો પણ ખતમ થતાં મુકેશ વાઘના માતા-પિતા પણ બેસહારા બની ચુક્‍યા છે.

Related posts

વિમુક્‍ત અને વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્‍યાણબોર્ડના સભ્‍ય ભરતભાઈ પટણીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી

vartmanpravah

દાનહઃ સાયલી ગ્રામ પંચાયતમાં જિ.પં. પ્રમુખ અને સી.ઈ.ઓ.ની અધ્‍યક્ષતામાં ગરીબ આદિવાસી પરિવારોને આવાસ ફાળવણી અંગે બેઠક યોજાઈ

vartmanpravah

વાપીપાલિકાના વોર્ડ નં.પના કોંગ્રેસી સભ્‍યએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલી વર્લ્‍ડ ફૂડ ઈન્‍ડિયા પ્રદર્શનીમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના કપરાડાની ખેડૂત ઉત્‍પાદક મંડળની પસંદગી

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

Leave a Comment