January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

વલસાડના નાનાપોંઢા પોલીસે ગુમ થયેલ વ્‍યક્‍તિને શોધી કાઢી તેના વાલીવારસ સાથે મિલન કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02
પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક વાપી ડીવીઝન શ્રી વી.એમ.જાડેજાના સીધા માર્ગદર્શન અને સુચના આધારે આજરોજ પો.સ્‍ટે. હદ વિસ્‍તારમાં સરકારી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્‍યાન નાનાપોંઢા હટવાડા ફળીયા ખાતે ધરમપુરથી વાપી તરફ જતા રોડ ઉપર આવતા એક અજાણ્‍યો ઈસમ રસ્‍તાની સાઈડમાં ઉભો હોય તેની પાસે જઈ તેના નામ-ઠામની ખાત્રી કરતા તેણે પોતાનુ નામ બોબી લ્‍/બ્‍ બંતુયા ભુનિયા ઉ.વ.આ. 41 હાલ રહે.પારડી કોલેજ રોડ નિલકંઠ સોસાયટી શરદભાઈ પટેલના મકાનમાં ફસ્‍ટ ફલોર તા.પારડી જિ.વલસાડ મુળ રહે.ગામ કાશીદંગા તા.શ્‍યામ સુંદરપુર થાના. ચરનપુર જિ.ભર્ધમાન વેસ્‍ટ બંગાલનો હોવાનુ જણાવ્‍યું હતું. આ ઈસમ બાબતે ઈ-ગુજકોપ અંતર્ગત ટ્રેક ધ મીસીંગ ચાઈલ્‍ડ એપ્‍લીકેશનમાં સર્ચ કરતા સદર ઈસમ બાબતે પારડી પો.સ્‍ટે.માં ગુમ જાણવા જોગ નં.18/2021 સ્‍ટે.ડા એન્‍ટ્રીનં.14/2021 કલાક 13/00 તા.29/11/2021 થી દાખલ થયેલ હોય.
જેથી આ ગુમ થનારને પો.સ્‍ટે.માં લઈ આવી પારડી પો.સ્‍ટે.નો સંપર્ક કરી તેના પરીવારજનો સાથે મિલન કરાવી પો.સ.ઈ. શ્રી આર.જે.ગામીત તથા અ.હે.કો. શ્રી ગૌતમભાઈ કાળુભાઈ બ.નં.595 તથા અ.પો.કો. સંદીપભાઈ તેરસીંગભાઈ બ.નં.0732 નાઓ સાથે મળી પ્રસંશનિય કામગીરી કરવા છે.

Related posts

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

વલસાડમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી અને લાયન્‍સ ક્‍લબ વાપી દ્વારા ભવ્‍ય રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

વાપી ગુંજનમાં એર ગન સાથે કાર બોયનેટ પર બેસી સ્‍ટંટ કરનાર બે યુવાનોને જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી

vartmanpravah

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment