Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઘેજ ગામે કપિરાજ પાંજરે પુરાતા સ્‍થાનિકોમાં રાહત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.18: ચીખલી તાલુકાના ઘેજ ગામે ભરડા-નિશાળ ફળીયા વિસ્‍તારમાં છેલ્લા દોઢેક માસ પૂર્વે એક કપિરાજ આવી પહોંચ્‍યો હતો. શરૂઆતમાં ઝાડો પર અને ઘરની છત પર આંટા ફેરા કર્યા બાદ કપિરાજની મસ્‍તી વધતા તે લોકોના ઘરમાં પણ આવી જઈ મોબાઈલ ફોન, સૂકવવા નાંખેલ કપડાં વિગેરે પણ ઉપાડી વેરવિખેર કરતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત છત ઉપર કુંદકા મારતા છતના નળીયા, સિમેન્‍ટના પતરા વિગેરેને પણ નુકશાન થતા આ અંગેની જાણ સ્‍થાનિકો દ્વારા કરાતા વન વિભાગ દ્વારા ભરડા નિશાળ ફળીયામાં નિવૃત શિક્ષક ખાલપભાઈ ઝીણાભાઈના ઘર પાસે થોડા દિવસ પૂર્વે પાંજરૂ ગોઠવવામાં આવ્‍યું હતું અને પાંજરામાં કપિરાજ માટે ફળ મુકવામાં આવ્‍યા હતા. આ દરમ્‍યાન મંગળવારના રોજ વહેલી સવારે કપિરાજ પાંજરે પુરાતા ચીખલી વન વિભાગની રેંજ કચેરીના માર્ગદર્શન હેઠળ નવસારીની વાઈલ્‍ડ લાઈફ વેલ્‍ફેર ફાઉન્‍ડેશન નવસારીના હિમલ મહેતા સોલધરાના ધર્મેશભાઈ સહિતનાઓએ સલામત રીતે કપિરાજને રેસ્‍કયુ કરી જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરીહતી.નિશાળ ફળીયામાં -ાથમિક શાળા પણ હોય બાળકોમાં ભય ફેલાયો હતો. કપિરાજ પાંજરે પુરાતા બાળકો સહિતના સ્‍થાનિકોને મોટી રાહત થવા પામી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી 

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

મહારાષ્‍ટ્રના દેવડોગરી ખાતે રમાયેલી ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીના ખેરારબારી પટેલપાડાની ટીમ વિજેતા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દમણ ન.પા.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપ પ્રમુખે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ ઉપર ખનકી-ગટર પાસે સેફટી દિવાલ બનાવવાની ઉઠેલી માગ

vartmanpravah

Leave a Comment