July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.19: બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના તલાવચોરા મોટા ફળીયા ખાતે રહેતા દીપ રમેશભાઈ કો.પટેલ (ઉ.વ.28) જે બુધવારની સવારના છએક વાગ્‍યાના સમય દરમ્‍યાન પોતાના ઘરની પાછળ ટેરેસની લોબીમાં કસરત કરવા જવાનું કહી ગયા હતા. બાદ અગમ્‍ય કારણોસર પતરાના શેડમાં લોખંડના એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લી હતો. જે અંગેની જાણ પરિવારજનોને થતાં તાત્‍કાલિક સારવાર અર્થે ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલમાંલઈ જતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની ફરિયાદ સંદીપભાઈ સુનિલભાઈ કો.પટેલ (ઉ.વ.42) (રહે. તલાવચોરા મોટા ફળીયા તા.ચીખલી) એ કરતા વધુ તપાસ હે. કોઅલ્‍પેશભાઈ નવનીતભાઈ કરી રહ્યા છે.

Related posts

ચીખલીના બારોલીયામાં મધરાત્રે વાવાઝોડામાં એક જ ફળિયાના 10થી વધુ ઘરોના પતરાં હવામાં ફંગોળાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ બનેલી ‘નમો મેડિકલ કોલેજ એન્‍ડ એજ્‍યુકેશન રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ’ની રોશનીનો ઝગમગાટ

vartmanpravah

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

vartmanpravah

વલસાડના ‘ત્રયમ્‌ ફાઉન્‍ડેશન’ના સહકારથી પ્રાથમિક શિક્ષણ વિભાગ દાદરા નગર હવેલી દ્વારા સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment