Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ખેરગામ વિસ્‍તારમાં ધમધોકાર ચાલી રહેલા દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર નવસારી એલસીબીની ટીમે મારેલો છાપો

6 જેટલા ઈસમોને મટકાના અડ્ડા ઉપરથી ઝડપી પાડયાઃ એક વોન્‍ટડેજાહેર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.19: ખેરગામ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ તેમજ મટકા જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા હોવાની માહિતી મળતાં નવસારી એલસીબી પોલીસે ખેરગામના ચરી ગામે વાડીમાં ખુલ્લેઆમ ચાલતા અડ્ડા ઉપર છાપો મારતા છ જેટલા શખ્‍સોને મટકાના અડ્ડા પરથી ઝડપી પાડયા હતા. જ્‍યારે અન્‍ય એક ભાગી જતાં તેને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યો છે.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતિ અનુસાર નવસારી એલસીબીની ટીમ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે ચીખલી તાલુકાના ચરી ચાર રસ્‍તા ઈશ્વરભાઈ માંદાભાઈ પટેલની વાડી પાસે જતા રસ્‍તા નજીક ખુલ્લી જગ્‍યામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે નવસારી એલસીબીની ટીમે રેડ કરતા ખુલ્લી જગ્‍યામાં આવતા લોકો પાસે આંક ફરકના વરલી મટકાના અલગ અલગ બજારના આંકડાઓ ઉપર જુગાર રમાડતા અજય નરેશભાઈ પટેલ (રહે.નાની ભૈયાવાડ ચરી તા.ખેરગામ), હિરલ હસમુખ ધો.પટેલ (રહે.અટગામ સોસાયટી ફળીયું તા.જી.વલસાડ), સુરેશ બાલુભાઈ ધો.પટેલ, ધર્મેશ ઈશ્વરભાઈ પટેલ (બંને રહે. બોરડી ફળીયું તા.ખેરગામ), ભુપેન્‍દ્ર ઉર્ફે નગીન ધીરૂભાઇ ધો.પટેલ (રહે.અટગામ કોલવાડ ફળીયું તા.જી.ખેરગામ), મહેશ બાબુભાઈ ધો.પટેલ (રહે.અટગામભૈયા ફળીયું તા.જી.વલસાડ)ને ઝડપી પાડયા હતા. રેડ દરમિયાન નવસારી એલસીબી પોલીસે વરલી મટકાની કાપલીઓ તથા જુગારના સાધનો તેમજ રોકડા રૂા.17,190/ તથા ચાર નંગ મોબાઈલ રૂા.13,000/ મળી કુલ્લે રૂા.30,190/-ના મુદ્દામાલ સાથે છ જેટલા જુગારીઓને ઝડપી પાડયા હતા. જ્‍યારે પોલીસની રેડ જોઈ સ્‍થળ ઉપરથી નાસી જનાર કલ્‍પેશ નટુભાઈ પટેલ (રહે. વાવ પરબડી ફળીયું તા.ખેરગામ)ને વોન્‍ટેડ જાહેર કર્યો હતો. બનાવની વધુ તપાસ બીલીમોરા પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.આર.પઢેરિયા કરી રહ્યા છે.

Related posts

રિક્ષાની સીએનજી ટેન્‍કમાં દારૂનો જથ્‍થો છુપાવી લઈ જતાં ખેપિયાની મોતીવાડાથી ધરપકડ

vartmanpravah

દમણના ઉપ વન સંરક્ષક જોજોના અણઘડ વહીવટથી ખોરંભે પડનારી જિલ્લાની કેટલીક મહત્‍વની યોજનાઓ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

દીવ જિલ્લાને એનઆરએચએમમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરવા બદલ મળેલા પ્રધાનમંત્રી પુરસ્‍કારને પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા કલેક્‍ટર ફરમન બ્રહ્મા

vartmanpravah

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

vartmanpravah

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

Leave a Comment