Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

જિલ્લામાં આયુષ્માન ભારત અંતર્ગત “મા” કાર્ડ માટે ઈ – કે.વાય.સી. કરાવી શકાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૧: વલસાડ જિલ્લાના “પી.એમ.જે.એ.વાય – મા યોજના” અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તરફથી લાભાર્થીઓને ઘરે ઘરે આરોગ્ય કર્મચારીઓ/આશા બહેનો દ્વારા આયુષ્માન કાર્ડ (પી.વી.સી. કાર્ડ) વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્ડ માટે ઈ – કે.વાય.સી.(E-KYC) ફરજીયાત છે. જ્યાં “પી.એમ.જે.એ.વાય – મા યોજના” કાર્ડ બનાવ્યો હોય તેવા સેન્ટરો જેવા કે, વી.સી.ઇ. (ઇ-ગ્રામ), CSC (કોમન સર્વિસ સેન્ટર) તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અથવા પી.એમ.જે.એ.વાય. મા કાર્ડ યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલોમાં આગામી ૧૫ દિવસોમાં ઈ-કે.વાય.સી. (E-KYC) કરી આપવામાં આવશે. જે અંગેની વધુ માહિતી માટે આપના વિસ્તારનાં આરોગ્ય કર્મચારીઓ/આશા બહેનોનો સંપર્ક સાધી શકાશે. “પી.એમ.જે.એ.વાય – મા યોજના” નાં લાભાર્થીઓને ઈ-કે.વાય.સી. (E-KYC) કરાવવા તથા આ યોજનાનો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ તરફથી ખાસ અપીલ કરવામાં આવી હતી.

Related posts

વાપીથી ટ્રેનમાં બિહાર સમસ્‍તીપુર જવા નિકળેલ યુવાન ટ્રેનમાંથી ગુમ

vartmanpravah

ચીખલીના આમધરાના ખેડૂતને ફોન કરી રૂા.1પ લાખનીખંડણી માંગતા 3 ઝડપાયા

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ માતૃભાષા દિવસ”ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

દાનહ પોલીસે ત્રણ ડ્રગ્‍સ તસ્‍કરોની કરી ધરપકડ

vartmanpravah

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

Leave a Comment