October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ કલબ વાપી આલ્‍ફા દ્વારા મોટાપોંઢા સ્‍કૂલમાં નોટબુક વિતરણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: લાયન્‍સ ડિસ્‍ટ્રિક્‍ટ ગવર્નર દિપક પખાલેના સક્ષમ નેતૃત્‍વમાં આ વર્ષે દરેક લાયન્‍સ ક્‍લબ ખૂબજ જોશભેર સેવાકાર્યો કરી રહી છે. લાયન્‍સ ક્‍લબ વાપી આલ્‍ફા પણ ઘણા વર્ષોથી જરૂરીયાતમંદ સ્‍કૂલના બાળકો માટે અને ત્‍યાંના રહેવાસીઓ માટે, અંતરિયાળ ગામડાઓમાં જઈને વિવિધ સેવાકાર્યો કરી રહી છે. હાલમાં જ લાયન્‍સ ક્‍લબ વાપી આલ્‍ફા દ્વારા સતત છઠ્ઠા વર્ષે પણ કુલ ચાર શાળાઓમાં જઈને, ત્‍યાં ભણતા બાળકોને ભણવા માટે ફુલસ્‍કેપ નોટબુકોનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ વર્ષે મોટાપોંઢા ખાતે આવેલ જીવન ચેતના આદર્શ કન્‍યાશાળામાં ભણતી 9 થી 12 ધોરણમાં ભણતી તમામ વિદ્યાર્થીનીઓને નિઃશુલ્‍ક ફુલસ્‍કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજ પ્રમાણે છરવાડાની પ્રાથમિક શાળાના બાળકોને કપરાડા ધામડી સ્‍કૂલના બાળકોને, હરિયા પાર્ક, વાપીના બાળકોને પણ આ ફુલસ્‍કેપ નોટબુકોનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું હતું. લાયન્‍સ ક્‍લબ વાપી આલ્‍ફા તફથી આ વર્ષે કુલ બેહજાર જેટલી ફુલસ્‍કેપ નોટબુકોનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું હતું.
દરેક સ્‍કૂલોમાં રૂબરૂ જઈને ક્‍લબના ચાર્ટડ પ્રમુખ લાયન વંદના જૈન, રશ્‍મિ શાહ, નરસિંહ રાવ, જાનકી રાવ, ફાલ્‍ગુની મેહતા, રંજન પાંચાલ, દિપાલી ગુઢકા, રૂપલ શાહ, ગીતા દેસાઈ, શકુંતલા રાજી, સોનલ પાવાગઢી, સારીકા કાલન, શીતલ વિરોજા, અને જ્‍યોતિ ગુઢકાએ સ્‍કૂલ આચાર્ય અને શિક્ષકોની ઉપસ્‍થિતિમાં આ સેવાકાર્ય સંપન્ન કર્યું હતું.

Related posts

વલસાડ ગ્રીનપાર્ક સોસાયટીમાં છૂટક ગાંજો વેચવાનું રેકેટ ઝડપાયું: 3.6 કિ.ગ્રા. ગાંજો તથા રૂા.1.67 લાખ રોકડા ઝડપાયા

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા યુ.ટી. સ્‍તરીય ચિત્રકલા હરીફાઈ-2022નું આયોજન કરાશે

vartmanpravah

દમણમાં વરકુંડ-એ ક્રિકેટ ક્‍લબ દ્વારા આયોજિત માહ્યાવંશી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ 2022 યોજાઈ

vartmanpravah

વલસાડ એસ.ટી. ડેપોનું સરવર ચાર દિવસથી ખોટવાતા વિદ્યાર્થીઓ પાસ વગર રઝળી પડયા

vartmanpravah

દમણમાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત સપ્તાહ’ અંતર્ગત ટેબલ ટેનિસ અને લંગડીની સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી એસ.ટી. ડેપોની મહિલા કન્‍ડક્‍ટરની પ્રમાણિકતા : ઘરેણાં ભરેલ થેલી મહિલાને પરત કરી

vartmanpravah

Leave a Comment