Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સોશિયલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વર્ષભર માટે રામ રોટીનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: સમાજ સેવા એજ પ્રભુ સેવાના સિદ્ધાંત પર કાર્ય કરી રહેલું વલસાડ જિલ્લાનું 365 દિવસ સમાજ સેવાના કાર્યો કરતું એક માત્ર ટ્રસ્‍ટ ગ્રુપ એવું વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ જે ટ્રસ્‍ટ ગ્રુપ છેલ્લા 5 વર્ષમાં દરેકે દરેક સમાજ સેવાના કામ કરતું આવ્‍યું છે જે વલસાડ જિલ્લાની જનતાએ જોયું છે. આ ટ્રસ્‍ટ ગ્રુપના પ્રમુખ અને વલસાડ જિલ્લાના કળયુગ કા કર્ણ અને જિલ્લાના જરૂરિયાત મંદ લોકોના વીર ભામાસા કહેવાતા એવા કિરણ રાવલ અને આ ટ્રસ્‍ટ ગ્રુપના અન્‍ય સભ્‍યો દ્વારા વલસાડ જિલ્લામાં સૌ પ્રથમ વાર વાપી ખાતે રામ રોટી અન્નક્ષેત્ર ચાલુ કરવામાંઆવ્‍યું છે. જ્‍યાં વર્ષના 365 દિવસ વાપીના કોઈ પણ વિસ્‍તારમાં રહેતા ભૂખ્‍યા માણસને ભોજન ફ્રીમાં મળી રહે એ ઉદ્દેશથી આ શુભ કાર્યની શરૂઆત વાપી સોશ્‍યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવી છે. આ ટ્રસ્‍ટ ગ્રુપ દ્વારા વાપી ટાઉન હનુમાન મંદિરની પાસે આ રામ રોટી અન્નક્ષેત્રના સ્‍ટોલની શુભ શરૂઆત આ ટ્રસ્‍ટના કિરણ રાવલ દ્વારા કરવામાં આવી છે જ્‍યાં દરેક ભૂખ્‍યા માણસે રવિવાર સિવાય દરરોજ બપોરે અને સાંજે એમ બંને ટાઈમ ફૂડ પેકેટ મળી રહેશે. આ ફૂડ પેકેટ વિતરણનો સમય બપોરે 12 થી 1 અને સાંજે 7 થી 8 એમ દિવસના બંને ટાઈમ બપોરે અને સાંજે ભૂખ્‍યા ને ભોજન મળી રહેશે. આ ફૂડ પેકેટમાં બપોરે મેનુંમાં દાળ, ભાત, 1 શાહ, 6 રોટલી, પાપડ, કચુંબર જે રોજ બપોરનું મેનુ ફિક્‍સ રહેશે. આ ટ્રસ્‍ટ ગ્રુપ દ્વારા દરેક ફૂડ પેકેટ સાથે પાણીની બોટલ પણ આપવામાં આવે છે. જ્‍યારે સાંજે ખીચડી કડી, વેજ બિરિયાની, પુરિશાક, પૌવા જેવું અલગ અલગ મેનુના ફૂડ પેકેટ આપવામાં આવશે. આ ટ્રસ્‍ટ ગ્રુપ દ્વારા નિઃસ્‍વાર્થ ભાવે પોતાના સ્‍વખર્ચે આ સમાજ સેવાનું કાર્ય ચાલુ કર્યું છે. આ સેવાકીય કાર્ય વાપીની જરૂરિયાદમંદ જનતા માટે અને તેમના પરિવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે અને જરૂરિયાતમંદ લોકોને યોગ્‍ય લાભ લઈ શકે એવી વાપી સોશ્‍યલ ગ્રુપચેરીટેબલ ટ્રસ્‍ટના દરેક ગ્રુપ સભ્‍યોની એવી આશા સાથે વાપીમાં રામ રોટીનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ટ્રસ્‍ટ ગ્રુપ આખા વલસાડ જિલ્લામાં ખુબ જ સક્રીય અને અવિરત સમાજને ઉપયોગી સમાજ સેવા કરતું આવ્‍યું છે.

Related posts

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

75 માં સ્‍વતંત્રદિનના પર્વ નિમિતે કેબીએસ એન્‍ડનટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો

vartmanpravah

વાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકી

vartmanpravah

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

હેલ્‍પ એન્‍ડ ડેવલપમેન્‍ટ એસોસિએશનની ટીમ દ્વારા આયોજીત દાનહ : રૂદાના ખાતે આનંદ મેળાનું ઉદ્‌ઘાટન કરતા પ્રસિદ્ધ ધારાશાષાી સની ભિમરા

vartmanpravah

Leave a Comment