Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ (એન.સી.પી.સી.આર.) ના અધ્‍યક્ષ સાથે મીટિંગનું કરવામાં આવ્‍યું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કેન્‍દ્ર સ્‍તરે, રાજ્‍ય સ્‍તરે તેમજ જિલ્લા સ્‍તરે વિવિધ વિભાગો કાર્યરત હોય છે. આ દરેક વિભાગોનું મુખ્‍ય કાર્ય કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા તેમજ કાયદાના સંઘર્ષ કે સંપર્કમાં આવેલા બાળકો તેમજ બાળકોના વિવિધ અધિકારો, બાળ સંરક્ષણ, બાળ વિકાસ તેમજ સાથે-સાથે તેમની સુખાકારી, તેમનો સર્વગ્રાહી અને સર્વાંગીણ વિકાસ, તેમજ બાળકોની વિવિધ જરૂરિયાતો તેમજ તેમની જે તે સમસ્‍યાઓ વગેરેના સમાધાન માટે આ વિભાગો દ્વારા કાર્ય કરવામાં આવે છે. આ દરેક વિભાગોનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય એ છે કે, દરેક બાળકોની જે તે આવશ્‍યકતા અને તેમની સમસ્‍યાનું સમાધાન કરી તેમને સમાજના મુખ્‍યપ્રવાહમાં પ્રસ્‍થાપિત કરવાનું છે. આ અનુસંધાનમાં આજરોજ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ (એન.સી.પી.સી.આર.) ના અધ્‍યક્ષ સાથે જલંધર સર્કીટ હાઉસ ખાતે આવેલ સંમેલન હોલમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ (એન.સી.પી.સી.આર.) એ કેન્‍દ્ર સ્‍તરે બાળકો માટે કાર્યરત વિભાગ છે. તેની સ્‍થાપના માર્ચ 2007 માં કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ એક્‍ટ, 2005 હેઠળ વૈધાનિક સંસ્‍થા તરીકે કરવામાં આવી હતી. એન.સી.પી.સી.આર. ની મુખ્‍ય ભૂમિકા બાળ અધિકારોના રક્ષણ, તેમને પ્રોત્‍સાહન તેમજ તેમનું સંરક્ષણ કરવાનું છે, કમિશનનો ઉદ્દેશ્‍ય એ સુનિヘતિ કરવાનો છે કે તમામ કાયદા, નીતિઓ, કાર્યક્રમો અને વહીવટી મિકેનિઝમ્‍સ ભારતના બંધારણમાં અને યુએન કન્‍વેન્‍શન ઓન ધી રાઈટ્‍સ ઓફ ચાઈલ્‍ડમાં સમાવિષ્ટ બાળ અધિકાર પરિપ્રેક્ષ્ય સાથે સુસંગત છે. બાળકને 0 થી 18 વર્ષની વય જૂથની વ્‍યક્‍તિ તરીકે વ્‍યાખ્‍યાયિત કરવામાં આવે છે. કમિશન રાષ્‍ટ્રીય નીતિઓ અને કાર્યક્રમોમાં વહેતા અધિકાર-આધારિત પરિપ્રેક્ષ્યની કલ્‍પના કરે છે, સાથે રાજ્‍ય, જિલ્લા અને બ્‍લોક સ્‍તરે સૂક્ષ્મ પ્રતિભાવો સાથે, દરેક ક્ષેત્રની વિશિષ્ટતાઓ અને શક્‍તિઓની કાળજી લે છે. ઉપરોક્‍ત કમિશનનૂં મુખ્‍યમથક નવી દિલ્‍હી ખાતે આવેલ છે.
આજરોજ ઉપરોક્‍ત દર્શાવેલ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ (એન.સી.પી.સી.આર.) ના અધ્‍યક્ષ શ્રી પ્રિયંક કુનાન્‍ગો સાથે જિલ્લા સ્‍તરે બાળકો માટે કાર્યરત વિવિધ વિભાગો જેમ કે, બાળ કલ્‍યાણ સમિતિ, કિશોર ન્‍યાય બોર્ડ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ વગેરે વિભાગોના સંયુક્‍ત ઉપક્રમે મિટીંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાળ કલ્‍યાણ સમિતિની અધ્‍યક્ષા શ્રીમતિ નિલમ યતીન ફૂગરો તેમજ કિશોર ન્‍યાય બોર્ડના સભ્‍ય હેમલતા ગોકળ બારિયા દ્વારા એન.સી.પી.સી.આર. ના અધ્‍યક્ષને ગુલદસ્‍તો અર્પણ કરી જ્‍યારે બાળ કલ્‍યાણ સમિતિ અને કિશોર ન્‍યાય બોર્ડના અન્‍ય સભ્‍યો દ્વારા સાલ ઓઢાડી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ વતી મૈત્રયી ભટ્ટ દ્વારા સ્‍મૃતિચિホ અર્પણ કરી તેમનું વિધિવત સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું, ત્‍યારબાદ મિટીંગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં એન.સી.પી.સી.આર. ના અધ્‍યક્ષ સાથે દીવ જિલ્લામાં બાળકો માટે કાર્યરત વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ દ્વારા બાળકો સંબંધિત બાબતો વિશે વિગતવાર ક્રિયા-પ્રતિક્રિયા કરવામાં આવેલ હતી. વધુમાં દીવ જિલ્લામાં કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોની સુખાકારી, તેમના કલ્‍યાણ તેમજ તેમના સર્વગ્રાહી અને સર્વાંગીણ વિકાસ માટે વિવિધ વિભાગોદ્વારા કરવામાં આવતા કાર્યો વિશે આપલે અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મિટીંગમાં એન.સી.પી.સી.આર. ના અધ્‍યક્ષ દ્વારા ક્રિયા-પ્રતિક્રિયા દરમિયાન તેમણે બાળકોના વિકાસને લગતી વિવિધ યોજનાઓ, બાળકોના કૌશલ્‍ય વિકાસ માટેની તાલીમ, લાઈફ સ્‍કીલ એજ્‍યુકેશન, પોક્‍સો એકટના નવા પોર્ટલની કરવામાં આવેલ શરૂઆત વગેરે વિશે વિગતવાર માહિતી આપી હતી. સાથે-સાથે દીવ જિલ્લામાં બાળકો માટે કાર્યરત વિવિધ વિભાગો દ્વારા દીવમાં બાળકો માટે વધૂ સારી રીતે અને અસરકારકતા પૂર્વક કઈ રીતે કામગીરી કરી શકાય તે માટે દરેક વિભાગોને જરૂરી દિશાનિર્દેશ, માર્ગદર્શન અને સુચનો પણ આપવામાં આવ્‍યા હતા. તેમના દ્વારા જિલ્લા સ્‍તરે આવેલ વિવિધ વિભાગો દ્વારા દીવમાં બાળકો માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી હતી.
આ મિટીંગમાં બાળ કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષા શ્રીમતિ નિલમ યતીન ફૂગરો તેમજ સમિતિના અન્‍ય સભ્‍યો શ્રી એ. જે. સોલંકી, શ્રી જયંતીલાલ બારિયા તેમજ કિશોર ન્‍યાય બોર્ડના સભ્‍યો શ્રીમતિ હેમલતા ગોકળ બારિયા તથા શ્રી કિશોર બી. કાપડિયા અને જિલ્લા બાળ સુરક્ષા એકમના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રયી ભટ્ટ તેમજ અન્‍ય ઓફીસ સ્‍ટાફ વગેરે લોકો હાજર રહ્યા હતા.

Related posts

વલસાડ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: વલસાડથી દમણ નોકરીએ જતા યુવકની કાર બે ટ્રક વચ્‍ચે સેન્‍ડવીચ બની જતા કમકમાટી ભર્યુ મોત

vartmanpravah

નવી દિલ્‍હીમાં આયોજિત FICCIની વાર્ષિક સામાન્‍ય સભામાં વાપી જીઆઈડીસીને શ્રેષ્ઠતા પુરસ્‍કાર એનાયત

vartmanpravah

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

vartmanpravah

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah

કરમબેલા પંચાયતનું બજેટ નામંજૂર વિકાસના કામમાં સરપંચના મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ સહિત બહુમતી છ સભ્‍યોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

Leave a Comment