September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.31: ધરમપુરના હનુમાન ફળીયા સ્‍થિત જલારામ મંદિર ખાતે જલારામ બાપાની 223મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. નીકળેલી શોભાયાત્રામાં જલારામબાપા અને વીરબાઈમાતાના વેશભૂષામાં સજ્જ થયેલા નાના નાના ભૂલકાઓ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા.
સવારના પહોરમાં જ હનુમાન ફળિયાના જલારામબાપા મંદિરેથી ભજનોની સુરવાલીએ સમગ્ર વાતાવરણને ‘જલામય’ કરી મૂકયું હતું. ઘેરૈયા ગ્રુપે પણ મંદિર ખાતે આવી અનોખી રીતે જલારામબાપાની ભક્‍તિ કરતા જોવા મળ્‍યા હતા બાદ અશ્વમેઘ બગીમાં જલારામબાપનો ફોટો શણગારી શોભાયાત્રા ફેરવાતા લોહાણા સમાજના ભક્‍તજનો બાપાની ધુનો લલકારતા હતા. આ શોભાયાત્રામાં રાજનંદીની કોટક જલારામબાપા અને ધાર્મી કોટક વીરબાઈમાતાના વેશભૂષામાં સજ્જ થઈ બગીમાં ઉભા રખાયા હતા. જે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું.
બાદ બપોરે અને સાંજે મહાપ્રસાદમાં મંદિરે નગરજનો તૃપ્ત થયા હતા. સાંજે સત્‍યનારાયણની કથા, ગરબા અને જલારામ બાવની દ્વારા જલારામબાપાના જીવનકવન અને એમના પારચાઓ જાણી ભક્‍તો જલામય બન્‍યા હતા.

Related posts

સેલવાસમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીને સત્‍કારવા બની રહેલો ઐતિહાસિક માહોલ

vartmanpravah

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

કપરાડાના દહીખેડમાં આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે કેરિયર ગાઈડન્‍સનો સેમિનાર યોજાયો

vartmanpravah

ફિલ્‍મ ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ નિહાળીને બધાની આંખો ભીની થઈ

vartmanpravah

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

vartmanpravah

‘‘મને મોદી કે રાહુલ સાથે કોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી”: નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment