January 27, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના સામરવરણી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા. 10
દાદરા નગર હવેલીના સામરવરણી ગ્રામ પંચાયતમાં ‘ગ્રામ પંચાયત વિકાસ યોજના વર્ષ 2022-23’ની કાર્ય યોજના બનાવવા માટે ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે સરપંચશ્રીની અધ્‍યક્ષતામાં આજે ગ્રામસભાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં ‘સબકી યોજના, સબકા વિકાસ’ના સૂત્રને અનુલક્ષીને વિવિધ વિકાસના કામો જેવા કે પાણી, રોડ, લાઈટ, ગટર, સ્‍વચ્‍છતા, શિક્ષણ, આરોગ્‍ય, રમત-ગમત તથા રોજગાર જેવા મુખ્‍ય મુદ્દાના કામોને બહાલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત સભામાં કોવિડ-19ને લઈ રસીકરણનો બીજો ડોઝ અને 15 થી 18વર્ષના બાળકો માટે વેક્‍સિન લેવા માટે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે સરપંચ શ્રીમતી કૃતિકાબેન અજયભાઈ બારાત, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી ભગુભાઈ પટેલ, ડીપીઓ, સીડીપીઓ, સમાજ કલ્‍યાણ વિભાગ, ડીઆરડીએ, આરોગ્‍ય વિભાગ, વન વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્‍યામા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્‍થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્‍ય અનંત પટેલના પ્રયત્‍નથી સુખદ ઉકેલ આવ્‍યો

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

લોકસભા ચૂંટણી સંદર્ભે દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

Leave a Comment