Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

હજારો ભક્‍તોએ મહાપ્રસાદનો લાભ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી હાઈવે સહિત બલીઠા અને છરવાડા ગામમાં આવેલ જલારામ મંદિરોમાં આજે જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિની ભક્‍તિભાવ પૂર્વક ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
જલારામ મંદિર વાપી હાઈવે ઉપર સવારથી જ જલારામ બાપાના ભક્‍તોનો ધસારો શરૂ થઈ ગયો હતો. વિરપુરના સંત શિરોમણી જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ વાપી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારો અને વલસાડ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. વાપી મંદિરે સોમવારે સવારે 7 કલાકે ધ્‍વજારોહણ બાદ 9 કલાકે સત્‍યનારાયણ ભગવાનની કથા બપોરે બે વાગે ભજન તથા સાંજના 6 કલાકે થાળની મહા આરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જલારામ જયંતિની ઉજવણી અને મહાપ્રસાદમાં હજારો ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સેંકડોની મેદની મંદિર પરિસરમાં ઉભરાઈ હતી. મહાપ્રસાદનો લાભ લેવા માટે પડાપડી વધુ થાય તે પહેલાં સુચારું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

vartmanpravah

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડા અંતર્ગત: દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં તળાવ અને અમૃત સરોવરોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે 20 નવે.ના શનિવારથી યોજાનારી શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શન

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાની લાલચ આપી કુલ-15 જેટલા લોકો પાસેથી નાણાં પડાવી રૂા.45.90 લાખની કરેલી છેતરપીંડી

vartmanpravah

Leave a Comment