October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશના શહેરી વિભાગના સચિવ, ન.પા. અધ્‍યક્ષ અને ચીફ ઓફિસરે દાનહ અને દમણ-દીવને પીએમએવાય-યુમાં મળેલ પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કરી કરેલો ઋણ સ્‍વીકાર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિ અને તેમના દ્વારા કરાતા કઠોર પરિશ્રમના કારણે પ્રદેશના વિકાસ ઉપર લાગી રહેલી મહોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : રાજકોટ ખાતે આયોજીત ત્રિ-દિવસીય ઈન્‍ડિયન અર્બન હાઉસિંગ કોન્‍કલેવ – 2022ના ઉદ્‌ઘાટન સમારંભમાં દાનહ અને દમણ-દીવને પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન(પીએમએવાય-યુ)માં સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન કરવાવાળા કેન્‍દ્ર શાસિત પ્રદેશની વિશેષ શ્રેણીમાં જમ્‍મુ અને કાશ્‍મીર સાથે સંયુક્‍ત રીતે મળેલા પ્રથમ પુરસ્‍કારને આજે સંઘપ્રદેશના શહેરી વિકાસસચિવ શ્રી રવિ ધવન, સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને સેલવાસ ન.પા.ના પૂર્વ ચીફ ઓફિસર ડો. મનોજ કુમાર પાંડેયએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, સેલવાસ નગરપાલિકા દ્વારા કાર્યાન્‍વિત પીએમએવાય-અર્બન અંતર્ગત કુલ 1232 મકાન આવાસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. દરેક મકાનનું નિર્માણ બાલદેવી અને આંબેડકર નગર ખાતે થઈ રહ્યું છે. આ બંને જગ્‍યાએ મકાનોના નિર્માણ અંતિમ ચરણમાં છે. શહેરી ગરીબ લાભાર્થીઓને બીએલસીના અંતર્ગત પોતાની જમીનનું કાચા ઘરમાં રહેતા લોકોને પોતાનું પાકું ઘર બનાવવા માટે સરકાર દ્વારા નાણાંકિય સહાય પણ પ્રદાન કરવામાં આવે છે. જેના કારણે પાકા આવાસમાં રહેતા લોકો દરેક મૌસમમાં સુવિધાપૂર્વક રહી શકે છે.
અત્રે મહત્‍વની વાત એ છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવને પીએમએવાય-યુ પુરસ્‍કાર-2021માં સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન કરવાવાળા કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે મળેલા પ્રથમ પુરસ્‍કાર પાછળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિ અને તેમના દ્વારા કરાતા કઠોર પરિશ્રમનો મહત્‍વનો ફાળો છે. તેથી આજે પ્રદેશના ત્રણેય મહાનુભાવો દ્વારા એનાયત કરાયેલા પુરસ્‍કારને સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને અર્પણ કરી તેમના ઋણસ્‍વીકારની તક ઝડપી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે માર્ગદર્શિકા જારી કરાઈ

vartmanpravah

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને પાંચ મહિના બાદ રખોલી બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહનોને પસાર થવા માટે આપેલી મંજૂરી : 12મી જૂન, 2024ના રોજ મોટું ગાબડું પડયું હતું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

Leave a Comment