January 29, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

પોલીસે કારમાં રાખેલ એન્‍જિન સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: ધરમપુરના ખાડા ગામે ગત તા.12 ઓક્‍ટોબરે એક ખેડૂતના ખેતરમાંથી પાણી એન્‍જિનની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસમાં એન્‍જિન ચોરી જનારા ત્રણ યુવકોને એન્‍જિન સાથે આજે ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુરના ખાડા ગામે ગત તા.12 ઓક્‍ટોબરે ગામમાં રહેતા ચંદુભાઈ ધનજીભાઈ ખોરાટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરાઈ ગયું છે. પોલીસે ગુનો નોંધી આગલની તપાસ હાથ ધરી હતી. તપાસમાં આજે વાંસદા સતિમાળ ગામના લાલુ બીપીન પટેલ, પરિમલ રાયસીંગ ગાંવિત અને રાહુલ રાયસીંગ ગાંવિત નામના ત્રણ યુવકો કારમાં એન્‍જિન લઈને જઈ રહ્યા હતા ત્‍યારે ત્રણેય યુવકોની અટક કરી મુદ્દામાલમાં એન્‍જિન કબજે લઈ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
——

Related posts

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આણંદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી નેતૃત્‍વ અને પ્રબંધન વિકાસની તાલીમ

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍ય તરીકે ફાલ્‍ગુનીબેન પટેલનું એક વર્ષ પૂર્ણ : એક વર્ષના કાર્યકાળમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ સેલવાલના સાંસદ કલાબેન ડેલકરના પિતા સુખાલામાં સરપંચ તરીકે વિજેતાબન્‍યા

vartmanpravah

ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કપરાડામાં નવનિર્મિત કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ કરાયું

vartmanpravah

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

Leave a Comment