Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

બે દિવસીય ભવ્‍ય કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તો જોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.01: પૂ.જલારામ બાપાની 223મી જન્‍મ જયંતિ નિમિત્તે ધરમપુર તાલુકાના ખટાણા ગવળી ફળિયાના જલારામ મંદિર ખાતે 50મી સુવર્ણ જયંતિ મહોત્‍સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
50મી સુવર્ણ જયંતિના ઉજવણી અવસરે તા.30/10/2022ના રોજ શ્રી સત્‍યનારાયણ ભગવાનની એકાવન યજમાનો દ્વારાસામૂહિક કથાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અને તા.31/10/2022 ના રોજ જલારામ જયંતિનાદિને શ્રી સીતારામ યજ્ઞનું આયોજન ખેરગામના આચાર્ય શ્રી કશ્‍યપભાઇ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ બે દિવસના ભવ્‍ય કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ભાવિક ભકતો ઉપસ્‍થિત રહી, મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આ અવસરે ખટાણા જલારામ મંડળના પ્રમુખ શ્રી નવસુભાઇ ગવળી, મંત્રીશ્રી ખુશાલભાઇ ગવળી, શ્રી મનુભાઇ ગવળી, શ્રી વજીરભાઇ માહલા, શ્રી છનાભાઇ ગવળી, લક્ષ્મણભાઇ ગાંવિત તેમજ જલારામ યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

પ્રાકૃતિક ખેતી કરનાર વલસાડ જિલ્લાના 3 ખેડૂતોનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સવારથી સાંજ સુધી બે ઇંચ વરસેલો વરસાદ

vartmanpravah

નીતિન જાની ઉર્ફે ‘‘ખજૂરભાઈ” અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડયા પછી નાનાપોંઢામાં આદિવાસી પરિવારના મસીહા બની પહેલું ઘર બનાવી ગૃહ પ્રવેશ કરાવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીઈબીના સંભવિત પી.એચ.એમ. પ્રિપેઈડ સ્‍માર્ટ મિટર માટે અસમંજસતા અને વિરોધનો સુર

vartmanpravah

ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી,તાવના દર્દીઓની સંખ્‍યા વધી

vartmanpravah

દાનહમાં રાજસ્‍થાન યુવા સેવા સંઘ દ્વારા યોજાયેલા રક્‍તદાન શિબિરમાં 90 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

Leave a Comment