October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23: ગત મે માસમાં મણીપુર રાજ્‍યમાં બે મહિલાઓને નિર્વષા હાલતમાં પરેડ કરાવવાની શરમજનક ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ ઘેરા પ્રત્‍યાઘાત પડયા હતા અને વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા ગુજરાત બંધનુ એલાન આપવામાં આવ્‍યું હતું. જેને પગલે ચીખલી તાલુકાના વેપારી મથક એવા રાનકુવા ઉપરાંત સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં સવારથી જ દુકાનો ન ખુલતા સમગ્ર બજાર સજ્જડ બંધ રહેતા બંધને જબરજસ્‍ત પ્રતિસાદ મળ્‍યો હતો. વેપારી દ્વારા સ્‍વયંભૂ જોડાઈને મણીપુરની ઘટના સામે વિરોધ દર્શાવી વખોડી હતી. બંધને પગલે સુરખાઇ સહિતના વિસ્‍તારમાં હટવાડા એટલે કે હાટ બજાર પણ બંધ રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશમાં સંપૂર્ણ પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણના પહેલાં દિવસે 9266 ઘરો-પરિવારોનું કરાયેલું સર્વેક્ષણ

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

મોટી દમણ આંબાવાડી ખાતે મીટનાવાડના રામ મંદિરના દર્શનથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પ્રચારના કર્યા શ્રીગણેશ

vartmanpravah

આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમથી ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો થનારો આરંભ

vartmanpravah

Leave a Comment