Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

આવનારી વિધાનસભાની ચૂંટણીઓ ટાણે ભાજપનો ગઢ ગણાતા વિસ્‍તારમાં જ ભાજપ વિરૂધ્‍ધ બહિષ્‍કારના પોસ્‍ટરો લાગ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દના મહાદેવ ફળિયા અને ખરોલી બારોલીયા ફળિયામાં એક કરોડ આદિવાસીઓ ખોટા પ્રમાણપત્રો નોકરીઓ તેમજ પ્રોજેક્‍ટમાં ઘોર અન્‍યાય સામે ભાજપનો બહિષ્‍કાર કરશે તેવા બેનરો મુકવામાં આવ્‍યા છે રાનવેરી ખુર્દમાં બે બેનરો અને ખરોલીમાં ચાર જેટલા બેનરો ભાજપના બહિષ્‍કારના જોવા મળી રહ્યા છે.
રાનવેરી ખુર્દ અને ખરોલીમાં કોઈપણ સંગઠન આગેવાનના નામ વિના બેનરો ખરેખર કોણે લગાવ્‍યા તે તપાસનો વિષય છે. પરંતુ આસમગ્ર મામલે ચર્ચાનો વિષય બનવા પામ્‍યો છે આ બેનરો આદિવાસી સમાજને ભાજપ વિરુદ્ધ ઉશ્‍કેરી આવનારી ચૂંટણીમાં તેનો રાજકીય લાભ ખાટવાના હેતુથી કોઈ રાજકીય પક્ષ કે આગેવાનોના ઈશારે લગાવવામાં આવ્‍યા છે, સહિત સમગ્ર બાબતે પોલીસ દ્વારા તટસ્‍થ તપાસ હાથ ધરી આ બેનરો લગાવવામાં પડદા પાછળ કોણ છે તે હકીકત બહાર લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. જોકે ભાજપના બહિષ્‍કારના બેનરો ને લઈ આ વિસ્‍તારમાં રાજકીય વાતાવરણ ગરમાવા પામ્‍યું છે.

Related posts

દમણઃ ભીમપોર કોમ્‍પલેક્ષનો વાર્ષિક રમતોત્‍સવ ભીમપોર હાઇસ્‍કૂલના મેદાન ઉપર યોજાયો

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

vartmanpravah

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો

vartmanpravah

પાંચ વર્ષે પારડીથી અપહરણ થયેલ સગીરાને વેસ્‍ટ બંગાળથી શોધી લાવતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment