October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ શ્રી દત્ત મંદિર ખાતે અવધૂત પરિવાર દ્વારા પૂ. શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજશ્રીની 125મી જન્‍મ જયંતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સવારે શ્રી રંગ અવધૂત મહારાજશ્રીને દત્તનામ સંકીર્તન સાથે અભયગ સ્‍નાન બાદ બપોરે શ્રી રંગ જયંતિ પાદુકાનું પૂજન, વલસાડ નિવાસી શ્રી રાકેશભાઈ જોષીના આચાર્યપદે આયોજન કરવામાં આવ્‍યું હતું.પાદુકા પૂજન બાદ પૂ.બાપજીના જન્‍મોત્‍સવમાં પારણુ ઝુલાવવામાં આવ્‍યું હતું. સાંજે શ્રી રંગ જન્‍મોત્‍સવ બાદ પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્‍યામાં રંગ અવધૂત પરિવારના સદસ્‍યો જોડાયા હતા. આ દરમિયાન મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પાવન અવસરે મહાપ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તોએ લાભ લીધો હતો.

Related posts

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને પ્રાકળતિક ખેતીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ભારત સરકારના ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત કરાયેલું મેગા પેરેન્‍ટ ટીચર્સ મિટીંગનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા નાયબ માહિતી નિયામક તરીકે ભાવનાબેન વસાવાએ વિધિવત ચાર્જ સંભાળ્‍યો

vartmanpravah

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

vartmanpravah

કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વાપી મુક્‍તિધામની મુલાકાત લઈ કાર્ય પદ્ધતિની સરાહના કરી

vartmanpravah

Leave a Comment