July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

વલસાડ જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામમાં કાર્યકોરની મીટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આગામી તા.06 નવેમ્‍બરનેરવિવારના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જાહેરસભા યોજાનાર છે તેથી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે બુધવારે જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામમાં સમાંતર ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોની મીટિંગ યોજાઈ હતી.
ધરમપુરમાં શ્રીમંત મહારાણા પ્રતાપ હોલમાં આજે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની અધ્‍યક્ષતામાં કાર્યકરોની બેઠક યોજાઈ હતી. તા.06 નવેમ્‍બરના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં યોજાનારી જાહેર સભાની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, ધરમપુરની સાથે આજે કપરાડામાં મંત્રી જીતુભાઈ ચૌધરી, પારડીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ઉમરગામમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય રમણલાલ પાટકર કાર્યકરો સાથે સમાંતર બેઠકો યોજી રહ્યા છે. વલસાડમાં આજે રાતે કે આવતીકાલ ગુરૂવારે બેઠક યોજાશે. શ્રી કંસારાએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનની જાહેર સભામાં 50 હજાર ઉપરાંત લોકો પધારશે અને તેમને લાવવા-લઈ જવાની સુવિધાનું આયોજન શરૂ કરી દેવાયું છે. ધરમપુરની બેઠકમાં પ્રભારી શિતલબેન સોની, મહામંત્રી મહેન્‍દ્રભાઈ, ન.પા. પ્રમુખ જોસ્‍નાબેન, તા.પં. પ્રમુખ રમીલાબેન સહિત વિશાળ સંખ્‍યામાં કાર્યકરો અને સરપંચો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી સિવિલ કોર્ટમાં ધ્‍વજ વંદન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

vartmanpravah

કપરાડા માંડવા ગામે ટ્રક અને ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : બન્ને વાહનના ચાલક ઈજાગ્રસ્‍ત થતા સારવાર માટે ખસેડાયા: બીજા બનાવમાં કુંભઘાટ ઉપરથી ટ્રક ખીણમાં ખાબકી

vartmanpravah

નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ (એન.સી.પી.સી.આર.) ના અધ્‍યક્ષ સાથે મીટિંગનું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

Leave a Comment