January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ પોલીસે લૂંટ અને મારામારીના કેસમાં પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સેલવાસથી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલથી એક વ્‍યક્‍તિ પર હુમલાના સંદર્ભે મેડિકલ કોલના આધારે ફરિયાદી મંગલ રાજવંશ પ્રજાપતિ રહેવાસી આમલી મંદિર ફળિયામાં જેઓ 25મે ના રોજ રાત્રે નવ વાગ્‍યાના સુમારે એમના મિત્રોને મળવા મસ્‍જીદ ફળિયામાં ગયો હતો ત્‍યાં મોઢુ ઢાકેલ અવસ્‍થામાં આઠ લોકો એના મિત્રના રૂમ તરફ આવી અને એને ખેંચી ઘરમાંથી બહાર લઈગયા ફરિયાદીને લાઠી ડંડા વડે મારવાનુ શરુ કર્યું હતું જેમાં એના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ફરિયાદીની મહિલા મિત્રએ હસ્‍તક્ષેપ કર્યો તો એને પણ મારવામાં આવી હતી. હુમલો કરનાર લોકોએ ફરિયાદીના ગળામાંથી સોનાની ચેઇન પણ તોડી લીધી હતી અને દસ હજાર રૂપિયા લૂંટી લીધા હતા. આ ઘટના અંગે સેલવાસ પોલીસે આઇપીસી 143,147,148,149,354એ,395,452મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ પી.જી.રાજગરને સોંપવામાં આવી હતી. એસએચઓ શ્રી અનિલ ટી.કે. અને ક્રાઇમ બ્રાન્‍ચ પીઆઇ શ્રી હરેશસિંહ રાઠોડની અધ્‍યક્ષતામાં ટીમ બનાવી સૂત્રો અને ટેકનિકલના માધ્‍યમથી તપાસ દરમ્‍યાન પાંચ આરોપીઓ દેવાશીષ ઉર્ફે દીપ સુનિલ બેડસે (ઉ.વ.19) રહે. રૂમ નં. 7, અમૃત નિવાસ, ઝંડાચોક સેલવાસ., ચંદન ગોવિંદ યાદવ (ઉ.વ.19) રહે. વૃંદાવન, ડોકમરડી., અનિકેત સુનિલ ગુપ્તા (ઉ.વ.20) રહે. મજદૂર કોલોની, આમલી., દીપ દિનેશભાઇ કહારગે (ઉ.વ.19) રહે. પ્રમુખ વીલા, સિરકેવાડી, સેલવાસ., સુરજ રામરામ કનોજિયા (ઉ.વ.23) રહે. જયંતીભાઈની ચાલ મસ્‍જીદ પાછળ સેલવાસની ધરપકડકરી છે આ અંગે વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

શ્રી દૈવજ્ઞ સમાજ દમણની શિક્ષણ સમિતિ દ્વારા તેજસ્‍વી તારલાઓને ઈનામો આપી સન્‍માનિત કરાયા

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-10 માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

સલવાવ બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની પાંચ વિદ્યાર્થીનીઓ જી.ટી.યુ.ના ટોપ ટેનમાં આવી ઐતિહાસિક સિધ્‍ધી પ્રાપ્ત કરી

vartmanpravah

પારડી તાલુકાના  અંબાચ ગામે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે રૂા.૧૩.૭૭ કરોડના ખર્ચના ત્રણ વિકાસ પ્રકલ્‍પો લોકાર્પણ કરાયા

vartmanpravah

Leave a Comment