October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મચ્‍છી વિક્રેતાઓનો પાલિકામાં હલ્લાબોલ : માર્કેટમાં ગાળાના દૈનિક 100ની વસુલાતનો વિરોધ

એક ગાળામાં બે બે બેસાડવાના તખલદી નિર્ણય તેમજ પરિવારમાં ત્રણ-ત્રણ ગાળાની ફાળવણીનો વિરોધ : બહેનોએ મોરચો કાઢયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીમાં નગરપાલિકા દ્વારા મચ્‍છી માર્કેટના ગાળા બનાવી એક વ્‍યવસ્‍થાની સગવડ કરાઈ છે. ખુલ્લામાં મચ્‍છી વેચાણ થતી હતી તેનું માર્કેટ સ્‍વરૂપ અપાયું છે. પરંતુ પાલિકાની આ યોજનાનો મચ્‍છી વિક્રેતા બહેનોએ પાલિકાના કેટલા નિર્ણયો અમલવારી માટે બહેનો અને પાલિકામાં પહોંચી હંગામો મચાવી તેમની માંગણીની પાલિકા પ્રમુખ સમક્ષ ઉચ્‍ચ રજૂઆત કરી હતી.
વાપી જુના મચ્‍છી માર્કેટમાં પાલિકા દ્વારા વેચાણ માટે ગાળાઓ બનાવી મચ્‍છી વેચાણ કરતા ભાઈઓ, બહેનોને સુવિધા ઉભી કરી આપવામાં આવી છે. પરંતુ આ સુવિધા માટે ગાળા દીઠ દરરોજ 100 રૂા. ભાડુ વસુલાય છે તેનો મચ્‍છી વિક્રેતાઓ બુધવારે એકત્ર થઈને પાલિકામાં મોરચો માંડયો હતો. તેઓના જણાવ્‍યા અનુસાર અમુક અમુક ગાળામાં એકથી વધુ લોકોને માછલી વેચાણ માટે ફાળવણી કરાઈ છે તેનો તેમને સખ્‍ત વિરોધ કર્યો હતો. સાથે સાથે એક જ પરિવારમાં ત્રણ કે ચાર ગાળાની ફાળવણી કરી છે તે ગેરકાયદે છે તેવુ જણાવી સખ્‍ત વિરોધ કર્યો હતો. માછલી વિક્રેતાઓ પોતાની માગણીનું સમાધાન નહી થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્‍ચારી હતી.

Related posts

મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી!

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah

Leave a Comment