Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરાઈ

  • મતદારો તેમજ અધિકારીઓને મતદાન મથકોના શોર્ટ કટ રસ્તાની માહિતી મળી રહશે
  • જિલ્લા ચૂંટણી અધિકારી મહત્વની સૂચનાઓ એલર્ટ રૂપે આપી શકશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)

વલસાડ તા. 4 : વિધાનસભા ચૂંટણી- 2022 દરમિયાન અધિકારી અને મતદારોને સરળતા પડે તે માટે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર વલસાડ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીના સરળ મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓને ચૂંટણી સંબંધિત વિગતો આપવા માટે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ એપ લોન્ચ કરવામાં આવી છે. જેના થકી મતદારોને પોતાનુ નામ અને મતદાન મથક સુધી પહોંચવાનો શોર્ટકટ રસ્તો સહિતની માહિતી મળી શકશે.

        આ એપ અંગે વધુ માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના સરળ સંચાલન માટે આ એપ વલસાડ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એપનો મુખ્ય હેતુ ઝોનલ/સેક્ટર મેજિસ્ટ્રેટોને મતદાન મથક ઉપર અવર જવરમાં સગવડતા મળી રહે તે છે. આ એપની બીજી વિશેષતાએ છે કે, મતદારોને પોતાના મતદાન મથકનું સ્થળ અને ત્યાં પહોંચવા માટેનો ટૂકા રસ્તાની જાણકારી પણ મળી રહેશે. મતદારો પોતાનુ નામ પણ જોઈ શકશે ઉપરાંત પોલીંગ સ્ટેશનના બીએલઓના નામ અને ફોન નંબર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના ઈમરજન્સી સંપર્ક નંબરો પણ જાણી શકશે. ચૂંટણીની તૈયારી સરળતાથી કરી શકાય અને મતદાનના દિવસે આ એપ દ્વારા લોકેશન બેઈઝડ એટેન્ડન્સ સિસ્ટમથી ઝોનલ મેજિસ્ટ્રેટની તેમના મતદાન મથકોની રીઅલ ટાઈમ મુલાકાત પણ જાણી શકાશે. રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા ચૂંટણી અધિકારી મહત્વની અને ઈમરજન્સી સૂચનાઓ પણ આ એપમાં એલર્ટ સ્વરૂપે આપી શકશે. આ એપ્લીકેશન VALSAD DEO ટાઈપ કરીને મોબાઈલમાં ડાઉનલોડ કરી શકાશે એમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

કપરાડા માલનપાડા હાઈવે ઉપરથી ટ્રકમાં ચોરેલ ડિઝલના 840 લીટર જથ્‍થો ભરેલ 24 કારબા ઝડપાયા

vartmanpravah

વાપી યુવા કોંગ્રેસએ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડના નવિન આર.સી.સી. રોડની મંથરગતિ કામગીરી અંગે આવેદન પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment