Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

જિલ્લાની તમામ એસ.ટી. બસો ઉપરથી સરકારી જાહેરાતો દુર કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે સાથે રાજ્‍યભરમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી વહિવટી તંત્ર દ્વારા તાત્‍કાલિક અસરથી કરી દેવાઈ છે. વલસાડમાં તમામ વિસ્‍તારોમાં રાજકીય કે સરકારી જાહેર ખબરના બેનર-પડદા દુર કરવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્‍તાર કે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઠેર ઠેર સરકારી વિકાસ કામોની જાહેરાતના હોલ્‍ડીંગ કે કોઈ પક્ષના પ્રચાર કેકાર્યક્રમોના હોલ્‍ડીંગ, બેનર, પડદા હટાવાઈ રહ્યા છે તે અંતર્ગત આજ સુધીમાં એસ.ટી. બસો ઉપર લગાડવામાં આવેલ સરકારી યોજનાની જાહેરાતો દુર કરવામાં આવી છે.
વલસાડ ડિવિઝનના તમામ ડેપોની બસો ઉપર આજ સાંજ સુધી સરકારી યોજનાની તમામ જાહેર ખબરો દુર કરી દેવામાં આવી છે તે પ્રમાણે પાલિકા વિસ્‍તારોમાંથી પણ સરકારી યોજનાના બેનર, હોલ્‍ડીંગ, પડદા તાત્‍કાલિક અસરથી દુર કરવામાં આવી ચૂક્‍યા છે. એકાદ દિવસ બાદ વલસાડ જિલ્લામાં ક્‍યાંય પણ રાજકીય કે સરકારી જાહેરાતો જોવા મળશે નહીં.

Related posts

ફડવેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ગર્ભાત્‍સવ સંસ્‍કાર યજ્ઞ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે જિલ્લાના 515 એકમોમાં તપાસ હાથ ધરી

vartmanpravah

વલસાડના વશીયર ગામે ગેરેજમાં બે ગાડીઓમાં અચાનક આગ ભભુકતા દોડધામ મચી જવા પામી

vartmanpravah

વાપીના છીરી, બલીઠા, છરવાડા, ચણોદ જેવા ગામોમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ધમાકેદાર રેલીઓ યોજાઈ

vartmanpravah

સેલવાસમાં જવેલર્સમાંથી સોનાની ચેન ચોરીને ફરાર થયેલ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણ કલેક્‍ટર કચેરીમાં બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment