Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પહેલી વખત સંઘપ્રદેશમાં યોજાયેલ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિર સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.06 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના દિશા-નિર્દેશ મુજબ દમણ અને દીવ પ્રશાસનના યુવા કાર્યક્રમ અને રમત ગમત વિભાગ, દાનહ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા કેન્‍દ્રશાસિત પ્રદેશમાં રમત ગમત સંસ્‍કૃતિના વિકાસ માટે યુવા કાર્યક્રમ અને રમત વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શન હેઠળ અને યુવા કાર્યક્રમ અને રમત વિભાગના નિર્દેશક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી ગત તા.28મી ઓક્‍ટોબર,2022 થી 06 નવેમ્‍બર, 2022 દરમિયાન દમણ જિલ્લાની શાળાના ખેલાડીઓ માટે શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરનું આયોજન બપોરના 3:30 કલાકથી સાંજે 5.30 દરમિયાન કરવામાં આવ્‍યું હતું. આ શિયાળુ રમત-ગમત કોચિંગ શિબિરમાં ખેલાડીઓને ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, ખો ખો, ટેબલ ટેનિસ, ટેનિસ, બોક્‍સિંગ, વોલીબોલ, હેન્‍ડબોલ જેવી 9 જેટલી રમતોમાં પ્રશિક્ષિત સ્‍પોર્ટ્‍સ કોચ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસન વતી ખેલાડીઓ માટે ઉનાળુ રમત ગમત કોચિંગ શિબિરની જેમ પ્રથમ વખત શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.
આજે 06 નવેમ્‍બર, 2022ના રોજ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરનું સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આજના આ સમાપન કાર્યક્રમમાં મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવારે પોતાના વક્‍તવ્‍યમાં તમામ ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરતાં જણાવ્‍યું હતું કે આપણે જીવનભર રમત ગમત સાથે જોડાયેલા રહેવું જોઈએ અને રમત ગમતની ખેલદિલીને જાળવી રાખવી જોઈએ. રમત ગમતથી શરીર અને મન તંદુરસ્‍ત રહે છે. આપણા જીવનમાં રમત ગમતનું વધુ મહત્‍વ છે. તેમણે રમત ગમતમાં સફળતામેળવવા માટે સતત પ્રયાસરત રહેવાના મહત્‍વ પર પણ પ્રકાશ ફેંક્‍યો હતો.
આ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરમાં 550 જેટલા સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરમાં ભાગ લેનાર ખેલાડીઓએ પોતાની મંત્રમુગ્‍ધતા વ્‍યક્‍ત કરી હતી અને જણાવ્‍યું હતું કે શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરમાં તેઓને રમતની નવી ટેક્‍નીક શીખવવામાં આવી હતી અને રમત માટે મહત્‍વપૂર્ણ સ્‍પોર્ટ્‍સ ફૂડ પણ આપવામાં આવ્‍યું હતું, તેવી જ રીતે ખેલાડીઓના વાલીઓએ પણ પોતાના મંતવ્‍યો રજૂ કર્યા હતા. સંઘપ્રદેશ દમણના યુવા કાર્યક્રમ અને રમત ગમત વિભાગે ખૂબ જ સારી પહેલ કરીને આ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને પરિણામે દમણમાં રમત ગમતનું વાતાવરણ સર્જાયું છે.
આ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિરને સફળ બનાવવા મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા રમત ગમત સંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડ, તથા રમત ગમતના કોચ અને વિભાગના સ્‍ટાફે પોતાનું મહત્‍વનું યોગદાન આપ્‍યું હતું.

Related posts

દાનહના મોરખલ ગામ ખાતેનો ઇન્‍ડિયન ઓઈલ પેટ્રોલ પમ્‍પ પ્રશાસને સીલ કર્યો

vartmanpravah

એનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરાઈ

vartmanpravah

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

vartmanpravah

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

વણાકબારા ખાતે મોદી @20 પુસ્‍તકની જાણકારી હેતુ મહારાષ્‍ટ્રના ભાજપાના પ્રદેશ ઉપાધ્‍યક્ષ ચિત્રા વાઘ ની અધ્‍યક્ષતામાં સેમિનારનુ કરાયેલુ આયોજન

vartmanpravah

Leave a Comment