January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.25: સેલવાસના દયાત ફળિયા વિસ્‍તારમાં રહેતા એક યુવાનને દારૂના પૈસા ચુકવવાના ઝઘડામાં મારામારી કરી પુલ પરથી ધક્કો મારી મારી નાંખવાના પ્રયાસમાં ગંભીરઈજા થતાં હોસ્‍પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્‍યો હતો, જેની હત્‍યાના પ્રયાસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગત ગત 21 ડિસેમ્‍બર, 2022ના રોજ ઘાયલ વ્‍યક્‍તિ વિજય કુમાર રાજેશરામ (ઉ.વ.22ર) હેવાસી દયાત ફળિયા, સેલવાસ જે પ્રિસીજન વાયર કંપનીમાં છૂટકમજુર તરીકે નોકરી કરે છે અને એની મુલાકાત આરોપી વ્‍યક્‍તિ વિજય ઉર્ફે ધનજીત મુનીલાલ સિંહ (ઉ.વ.30) રહેવાસી લવાછા, ખાડી ફળિયા જેની સાથે થઈ હતી. આ બન્ને જણ બિયર પીધા બાદ પૈસા ચૂકવવા અંગે વિવાદ થતા ઝગડો શરૂ થઈ ગયો હતો અને વિજય ઉર્ફે ધનજીતે વિજય કુમાર રાજેશરામને મારવાના ઈરાદાથી પુલ પરથી ધક્કો મારી દીધો હતો જેના કારણે વિજય રાજેશરામ નીચે પડયો હતો અને એના પાંસળીનુ હાડકું, પેટ અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. જેને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામા આવ્‍યો હતો. જેની ફરિયાદના આધારે સેલવાસ પોલીસે આઈપીસી કલમ 307 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ શ્રી સોનુ દુબે કરી રહ્યા હતા. ગુનાની ગંભીરતાને જોતા એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે.ના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી આરોપી વિજય ઉર્ફે ધનજીતને શોધી 22ડિસેમ્‍બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને પોલીસે કસ્‍ટડીમાં મોકલી આપ્‍યો છે. આ ઘટનાની વધુ તપાસસેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પી.ડબ્‍લ્‍યુ.ડી. વિભાગમાં કાર્યરત જે.ઈ.(ઈલેક્‍ટ્રીકલ) નરેન્‍દ્રસિંહ એન. દેસાઈએ સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ માટે પ્રશાસનને કરેલી અરજ

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

ખતલવાડા ગામની સ્‍મશાન ભૂમિનું જર્જરીત મકાન તૂટી પડયું

vartmanpravah

અતુલ હાઈવે ઉપર શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

Leave a Comment