Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણની સરકારી એન્‍જિનિયરીંગ કોલેજમાં મુંબઈ આઈઆઈટીના સહયોગથી પાવર સિસ્‍ટમ, પાવર સપ્‍લાય અને પાવર સિસ્‍ટમ ઘટકોના માળખા ઉપર યોજાયેલ વ્‍યાખ્‍યાન

વ્‍યાખ્‍યાન માળાના આયોજનપાછળ દાદરા નગર હવેલી અને દમણ-દીવને દીવને તબીબી, ટેકનિકલ, ફેશન, ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી અને કાનૂની શિક્ષણના ક્ષેત્રમાં વિશ્વસ્‍તરીય શિક્ષણ પ્રદાન કરતા પ્રદેશના અગ્રણી શિક્ષણ કેન્‍દ્ર તરીકે વિકસાવવાની દીર્ઘદ્રષ્ટિનો એક ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.06 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ, સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ-દમણ દ્વારા આઈઆઈટી, મુંબઈના સહયોગથી અતિથિ વ્‍યાખ્‍યાનોની શ્રેણીનું આયોજન કર્યું હતું. જે દેશ સાથે વૈશ્વિક સ્‍તરે પણ સૌથી પ્રખ્‍યાત તકનીકી સંસ્‍થાઓમાંની એક છે. આ વ્‍યાખ્‍યાન શ્રેણીના ભાગરૂપે, ગત તા.5 અને આજે 6ઠ્ઠી નવેમ્‍બર, 2022ના રોજ સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના સેમિનાર હોલમાં આઈઆઈટી મુંબઈના ઈલેક્‍ટ્રિકલ એન્‍જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ડૉ. અનિલ કુલકર્ણી દ્વારા નિષ્‍ણાત સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ‘‘પાવર સિસ્‍ટમ્‍સ, પાવર સપ્‍લાય સિસ્‍ટમ અને પાવર સિસ્‍ટમ ઘટકોનું માળખું” વિષય ઉપર લેક્‍ચર આપવામાં આવ્‍યું હતું. ઈલેક્‍ટ્રિકલ એન્‍જિનિયરિંગના વિદ્યાર્થીઓને આ પ્રવચનોથી ઘણો ફાયદો થયો હતો અને તેઓ આઈઆઈટી મુંબઈના પ્રોફેસર સાથે વાર્તાલાપ કરીને પણ ખુશ હતા. સાથેસિવિલ અને મિકેનિકલ એન્‍જિનિયરિંગ વિભાગ માટે ચાલુ સેમેસ્‍ટર દરમિયાન અન્‍ય લેક્‍ચર્સ પણ શેડ્‍યૂલ કરવામાં આવ્‍યા છે. આ પ્રવચન કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવને તબીબી, ટેકનિકલ, ફેશન, ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી અને કાનૂની શિક્ષણના ક્ષેત્રમાં વિશ્વસ્‍તરીય શિક્ષણ પ્રદાન કરતા પ્રદેશના અગ્રણી શિક્ષણ કેન્‍દ્ર તરીકે વિકસાવવાની દીર્ઘદ્રષ્ટિનો એક ભાગ પણ છે.

Related posts

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘વિશ્વ યોગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજપ્રોફેશનલ સાયન્‍સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ નેશનલ ઈન્‍ટિગ્રેશન કેમ્‍પમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

દીવમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શિવરાત્રી શ્રાવણ માસ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડમાં રાખી અને હસ્તકળા મેળાનો શુભારંભ કરાયો

vartmanpravah

Leave a Comment