Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક-માધ્‍યમિક શાળા નાગવા ખાતે ‘ભ્રષ્‍ટાચાર મુક્‍ત ભારત’ કાર્યક્રમનું થયું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.08: આજરોજ એરપોર્ટ વિભાગ તરફથી તકેદારી જાગૃતિ અભિયાનના ભાગરૂપે નાગવા સરકારી અપર પ્રાયમરી/ માધ્‍યમિક શાળામાં સ્‍લોગન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ધો.8 થી 10 ના 32 બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે દીવ એરપોર્ટ વિભાગ તરફથી તમામ સ્‍પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કર્યા અને દરેક સ્‍પર્ધામાં 1 થી 5 નંબર મેળવનાર બાળકોને ઈનામો આપવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે ઉપસ્‍થિત રહેલ દીવ શિક્ષણાધિકારી શ્રી આર.કે. સિંઘ, દીવ એરપોર્ટ ડાયરેક્‍ટર નરેશ કુમારજી, પ્રભારી (સિવીલ) દિનેશકુમારજી, સમગ્ર શિક્ષામાંથી પધારેલ પેડાગોજી, શ્રી માનસિંગ તેમજ એરપોર્ટ વિભાગના અધિકારી તેમજ સ્‍ટાફનું સ્‍વાગત શાળાના પ્રભારી આચાર્ય જયંતીલાલ પટેલે કર્યુ હતું અને આ કાર્યક્રમને સફળબનાવવા શાળાના શિક્ષક વાજીદ, દિપેન, રમેશ, હરેશ, જ્‍યોતિ, વિજયા, મીતા, મારૂતિ, દિપીકા, રશ્‍મિ, હંસાબેન, વનિતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવના વિકાસ કામોની સમીક્ષા અને નિરીક્ષણ સાથે 2023ના નવા વર્ષની કરેલી ઉજવણી

vartmanpravah

નાસિકથી વલસાડ આવી રહેલ ઍસટી બસની કપરાડા ઘાટ ઉપર બ્રેક ફેઈલ થતા ડિવાઈડર પર ચઢી ગઈ

vartmanpravah

રાજસ્‍થાન, છત્તિસગઢ અને મધ્‍ય પ્રદેશમાં ભાજપને મળેલા ઐતિહાસિક પ્રચંડ વિજય બદલ: દમણમાં પ્રદેશ ભાજપ દ્વારા મનાવવામાં આવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

વાપી ગુંજન ફાઈનાન્‍સ ઓફિસમાં લોન ધારકના સાગરિતોએ મેનેજર અને સ્‍ટાફ સાથે મારામારી કરી

vartmanpravah

વાપીના વીઆઈએમાં રાષ્‍ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની જુદા જુદા કાર્યક્રમો થકી કરાઈ કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment