Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

ફરિયાદીની માતાએ વાપી પોલીસમાં અરજી કરી કે સરપંચના માણસો ઘરે આવી ધાક ધમકી આપી રહ્યા છે : સીસીટીવી ફુટેજ મળ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી નજીક આવેલ મોરાઈ ગામે તળાવ ઊંડુ કરવાના વર્કઓર્ડર માટે કોન્‍ટ્રાક્‍ટર પાસે સરપંચ પ્રતિક પટેલએ 10 લાખની લાંચ માંગી હતી. પતાવટ બાદ 7 લાખ નક્કી કરાયા હતા તે પેટે રૂા.2 લાખની લાંચ લેતા સરપંચનો સાગરીત વચેટીયો ઝડપાયો. સરપંચની લાંચ માંગણી અંગે કોન્‍ટ્રાક્‍ટર ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ કરી હતી. એ.સી.બી.ની કાર્યવાહી બાદ સરપંચ પ્રતિક પટેલનું લાંચ પ્રકરણમાં નામ આવતા જ ભુગર્ભમાં ચાલી ગયો છે પરંતુ ફરિયાદીના ઘરે સરપંચના માણસો આવી ધાક ધમકી આપી રહ્યા છે તેથી ફરિયાદીની માતાએ વાપી ટાઉન પો.સ્‍ટે.માં અરજી કરી છે. આ પ્રકરણમાં એ.સી.બી.માં ફરિયાદ આપનાર ફરિયાદી પણ સુરક્ષિત નથી તેવી ગંભીરતા સર્જાઈ ચૂકી છે.
મોરાઈ ગામના સરપંચ પ્રતિકરમેશભાઈ પટેલએ ગામનું તળાવ ઊંડુ કરવા પેટેના વર્કઓર્ડર માટે કોન્‍ટ્રાક્‍ટર પાસે 10 લાખની માંગણી કરી હતી. બાદમાં 7 લાખમાં પતાવટ કરી હતી તે પૈકી કોન્‍ટ્રાક્‍ટરે બે લાખ લઈ જવા સરપંચને જાણ કરી હતી તે પહેલાં કોન્‍ટ્રાક્‍ટર પૈસા આપવા માંગતા નહોતા તેથી એ.સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. સરપંચ બહારગામ હોવાથી તેમનો માણસ લલ્લુ ઉર્ફે જગદીશ પટેલને રૂપિયા લેવા કોન્‍ટ્રાક્‍ટરની ઓફિસે મોકલ્‍યો હતો, જ્‍યાં એ.સી.બી.એ બે લાખની લાંચ સ્‍વિકારતા જગદીશને પકડી લીધો હતો. ઘટના બાદ સરપંચ પ્રતિક પટેલનું નામ આવતા ભુગર્ભમાં સંતાઈ ગયો છે. વાપી પોલીસ પકડવા પણ ગઈ હતી પરંતુ ગામમાં લાઈટ બંધ કરી દેવાઈ હતી તેથી પોલીસ પાછી ફરી હતી. ઘટના બાદ સરપંચના માણસો ફરિયાદીના ઘરે જઈને ધાક ધમકી આપી રહ્યા છે તેથી ફરિયાદીની માતાએ વાપી પોલીસમાં અરજી આપી છે. બીજી તરફ સરપંચના માણસોની હલચલ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્‍યા છે. વાપી પોલીસ ભાગેડુ સરપંચ પ્રતિક પટેલને શોધી રહી છે.

Related posts

ચીખલી કાવેરી સુગરમાં ત્રણ જેટલા નવા ડિરેક્‍ટરોની નિયુક્‍તિ

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસને વાપીમાં સ્‍ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલે બતાવેલી લીલીઝંડી

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લએ ડોક્‍ટરોનું સન્‍માન કરી ડોક્‍ટર્સ-ડેની કરેલી ઉજવણી

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ સહિત જિલ્લાના શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકોની ભીડ ઉમટી

vartmanpravah

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

ચીખલી તાલુકાના ચીમલા ફાટક નેશનલ હાઈવે પર જીવના જોખમે હાઈવે ક્રોસ કરતા વાહન ચાલકોની લાંબા સમયની સમસ્‍યાનો અંત ક્‍યારે આવશે?

vartmanpravah

Leave a Comment