Vartman Pravah
Breaking Newsઉમરગામખેલડિસ્ટ્રીકટદમણદેશ

પાલઘરના બોરડી ખાતે નુમા ઈન્‍ડિયાએ નેશનલ ટ્રેનિંગ કેમ્‍પનું કરેલું સફળ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : ‘‘નુમા ઈન્‍ડિયા ઓર્ગેનાઈઝિંગ ટીમે 4થી 6 નવેમ્‍બર દરમિયાન મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાના બોરડી ખાતે 12મી માર્શલ આર્ટ – યોગા ટ્રેનિંગ કેમ્‍પ”નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓને કરાટેના વિવિધ દાવપેચ અને યોગા તથા વિવિધ ફિટનેસ પ્રવૃત્તિ રમત કરાવાઈ હતી. સાથે બ્‍લેક બેલ્‍ટની પરીક્ષા પણ લેવામાં આવી હતી. જેમાં લલિત, જિગ્નેશ, જલ અને પ્રાંશુને બ્‍લેક બેલ્‍ટની પદવી પ્રાપ્ત થઈ હતી. જ્‍યારે નુમા ઈન્‍ડિયા નેશનલ રેફરી, જજ પરીક્ષામાં ઓમ, દ્રીજ, નક્ષત્ર, કૃતગનાને સી-લાઈસન્‍સ અને નિકિતાને એ લાઈસન્‍સથી નવાજવામાં આવ્‍યા હતા. તમામ ઉત્તીણૃ થયેલા વિદ્યાર્થીઓને ડાયરેક્‍ટર આકાશ ઉદ્દેશી અને મુખ્‍ય પરીક્ષકઓસેસઈ અર્જુન દ્વારા પ્રમાપત્ર અને મેડલ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ કેમ્‍પનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે સિનિયર કોચ સુજીત, ગન બહાદુર, હર્ષિલ, પાર્થ અને હેવીનનો મુખ્‍ય ફાળો રહ્યો હતો.

Related posts

53 મહિનાની આકરી તપસ્‍યા બાદ દમણના એસોસિએટ ટાઉન પ્‍લાનર પી.પી.પરમારનું સસ્‍પેન્‍શન પરત ખેંચવાનો કરાયો આદેશ

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

વલસાડ જિલ્લાના કેટલાક વિસ્‍તારોમાં પર્યાપ્ત વરસાદ પડતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

Leave a Comment